Child Department Bharti 2025 Best Opportunity Apply Now

Child Department Bharti 2025

આ ભરતી Child Department Bharti 2025 બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Child Department Bharti 20255 બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર નીચે મુજબના વિવિધ માળખાઓમાં મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.

Child Department Bharti 2025

ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.

Child Department Bharti 2025

Child Department Bharti 2025: ગુજરાતમાં બાળ કલ્યાણ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે જિલ્લા સ્તરે એક ખુબજ સારી ભરતીની જાહેરાત બહાર પડી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, રાજ્યની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ બાળ રહેણાંક સંસ્થાઓમાં 11 મહિના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને તેવા ઉમેદવારો માટે ઉત્તમ તક છે જેમને બાળસંભાળ, શૈક્ષણિક અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે અથવા જેણે આવાં ક્ષેત્રોમાં કારકિર્દી શરૂ કરવા ઇચ્છા રાખે છે. નીચે આપેલા આ લેખમાં તમને પુરતી અને સરળ રીતે આ ભરતી સંબંધિત તમામ માહિતી — મહત્વની તારીખો, પોસ્ટો, પગાર, ઉંમર મર્યાદા, શરતો અને નિયમો, લાયકાત, અનુભવ અને અરજી પ્રક્રિયા એક જ જગ્યાએ મળશે.

SSSU Veraval Bharti 2025

મહત્વની તારીખ

બાળ સુરક્ષા વિભાગ દ્વારા યોજાનારી ભરતી Child Department Bharti 2025 માટે વોક-ઇન ઇન્ટરવ્યુ તથા રજીસ્ટ્રેશન માટે તારીખ પહેલાથી જ નક્કી કરી દેવામાં આવી છે. ઉમેદવારોને જણાવવામાં આવે છે કે રજિસ્ટ્રેશન અને વોક-ઇન ઇન્ટરવ્યુ તા. 05/12/2025 (શુક્રવાર) સવારે 09:00 કલાકે શરૂ થશે અને રજિસ્ટ્રેશન સમય માત્ર સવારે 09:00 થી 11:00 સુધી રહેશે. નોંધનીય છે કે 11 વાગ્યા બાદ રજીસ્ટ્રેશન મંજૂર કરવામાં આવશે નહીં, તેથી તમામ ઉમેદવારો જે આ વિભાગમાં નોકરી કરવા માંગે છે તેઓ પહોંચીને પોતાની અરજી અને દસ્તાવેજો રજુ કરી શકે છે.

પોસ્ટનું નામ

આ Child Department Bharti 2025 ની ભરતીમાં બાળકોના સંરક્ષણ અને કાળજી માટે ચલાવવામાં આવતા વિવિધ હોમ્સ અને સેન્ટર્સમાં અલગ-અલગ પ્રકારની ફરજો માટે સ્ટાફની જરૂર છે. દરેક પોસ્ટનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને સંસ્થામાં બાળકોને સુરક્ષિત, શિક્ષિત અને સારી રીતે સંભાળવામાં મદદરૂપ બને છે. આ ભરતીમાં મુખ્યત્વે શારીરિક તાલીમ ઇન્સ્ટ્રક્ટર, યોગા ટ્રેનર, આર્ટ-ક્રાફ્ટ અને મ્યુઝિક શિક્ષક, પેરામેડિકલ સ્ટાફ, હાઉસ કીપર અને હાઉસ મધર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.

PT Instructor cum Yoga Trainer જેવી પોસ્ટમાં બાળકોને યોગ્ય વ્યાયામ, રમત-ગમત અને યોગા દ્વારા તંદુરસ્ત રાખવાની જવાબદારી હોય છે. Art & Craft cum Music Teacher જેવી પોસ્ટ બાળકોમાં સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્ય વિકસાવે છે. Paramedical Staffની જગ્યાએ બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવું અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી ફરજો આવે છે. House-Keeperની પોસ્ટમાં હોમની સ્વચ્છતા અને શિસ્ત જાળવવાનો કાર્ય હોય છે, જ્યારે House Mother જેવી પોસ્ટમાં બાળકોની દૈનિક સંભાળ, લાગણીસભર સહાય અને માર્ગદર્શન આપવું સૌથી મહત્વપૂર્ણ જવાબદારી બને છે.

ઉંમર મર્યાદા

ઉમેદવારો માટે સામાન્ય ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષ નિર્ધારિત છે. House Mother માટે ખાસ રીતે ઉંમર મર્યાદા 25 થી 40 વર્ષ રાખવામાં આવી છે. અરજી જમા કરવાની તારીખ તથા વયની ગણતરી તે જ દિવસે ગણવામાં આવશે.

શરત અને નિયમો

આ ભરતી માત્ર ૧૧ માસ કરાર આધારિત છે અને કરારનો સમય પૂર્ણ થયા પછી કામગીરીના આધારે રીન્યૂ કરવામાં આવવાની શક્યતા રહેશે જે પૂર્ણપણે કામગીરી અને જરૂરિયાત પર આધારિત રહેશે. કરાર આધારિત ભરતી હોવાથી, ઉમેદવાર કોઈ પણ સમયે કાયમી નીમણૂંકનો દાવો કરી શકશે નહિ. ભરતી પસંદગી સમિતિને ભરતી સંબંધિત ફાઈનલ નિર્ણય લેવાનો અધિકાર રહેશે અને તેઓ સમયાંતરે જાહેરાત અથવા પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અધિકાર રાખશે.

પગાર

આ Child Department Bharti 2025 ભરતીની જાહેરાત પ્રમાણે દરેક પદ માટે નિર્ધારિત ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. PT Instructor, Music/Art Teacher અને Paramedical Staff માટે માસિક ફિક્સ પગાર રૂ. 12,318/- નક્કી કરેલ છે. House-Keeper ની પોસ્ટ માટે રૂ. 11,767/- આપવામાં આવશે અને House Mother માટે સ્નાતક સ્તર ધરાવતા ઉમેદવારોને રૂ. 14,564/- માસિક ફિક્સ વેતન આપવામાં આવશે. વિભાગ દ્વારા આ પગાર કરાર સમયગાળા માટે જ લાગુ પડે છે અને તેમજ અન્ય કોઈ ગ્રેડ પે મળવાપાત્ર રહેશે નહિ.

શૈક્ષણિક લાયકાત

બાળ સુરક્ષા વિભાગની આ Child Department Bharti 2025ભરતીમાં દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. PT Instructor અથવા Yoga Trainer માટે DPED (Diploma in Physical Education), C.P.Ed અથવા B.P.Ed જેવી ડિપ્લોમા/ડિગ્રી જરૂરી છે. Art & Craft cum Music Teacher પદ માટે 3 વર્ષનું Music Visarad Course અથવા ATD (Art Teacher Diploma) અથવા B.A. in Music જેવી યોગ્યતા જરૂરી છે. Paramedical Staff માટે ANM/ GNM અથવા B.Sc Nursing જેવી લાયકાત રાખવામાં આવી છે. House-Keeper માટે ઓછામાં ઓછી 10th પાસ હોવું ફરજિયાત છે અને House Mother માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી જરૂરી રાખવામાં આવી છે.

Sanitary inspector ભરતી 2025

અનુભવ

બધા પદો માટે ઓછામાં ઓછો એક વર્ષ સંબંધિત ફીલ્ડમાં કાર્યનો અનુભવ જરૂરી રાખવામાં આવ્યો છે. ખાસ કરીને Paramedical Staff માટે આરોગ્યસંભાળ અનુભવો વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને PT Instructor અને Teacher માટે શિક્ષણ અથવા તાલીમ આપવાનો અનુભવ પસંદગીમાં મદદરૂપ સાબિત થશે. જો ઉમેદવાર પાસે સરકારી અથવા NGO પ્રોજેક્ટમાં કામ કરવાનો અનુભવ હોય તો તે વધુ ફાયદાકારક ગણાશે. ગુજરાતી અને ઇંગલિશ ભાષાનું પ્રાથમિક જ્ઞાન હોવું પણ ઉપયોગી રહેશે.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોને તારીખ: 05/12/2025 ના રોજ નક્કી કરેલ સ્થળે હાજર રહેવું જરૂરી છે. સવારે 09:00 કલાકે વિગતો ચકાસવા અને રજીસ્ટ્રેશન કરવાની પ્રકિયા શરુ થશે, રજિસ્ટ્રેશન સમય 09:00 થી 11:00 વચ્ચે જ માન્ય રહેશે. ઉમેદવારે પોતાની લેખિત અરજી સાથે જરૂરી દસ્તાવેજોની અસલ અને પ્રમાણિત નકલ, જન્મતારિખનો પુરાવો તથા બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફો સાથે પોતાની હાજરી આપવાની રહેશે. પસંદગી પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજોની ચકાસણી અને સક્ષમ ઉમેદવારોની ઇન્ટરવ્યુ લેવામાં આવશે, અને સમગ્ર પ્રક્રિયાનો અંતિમ નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, સુરત દ્વારા લેવાશે.

ઉક્ત જગ્યાઓ Child Department Bharti 2025 માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના ગ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તા.૦૫/૧૨/૨૦૨૫ (શુક્રવાર)ના રોજ સ્થળ : બિણુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિદ્યાલયની બાજુમાં, રામનગર, સુરત ખાતે સવારે ૦૯:૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ સુરતને આધીન રહેશે.

નોધ: રજીસ્ટ્રેશન સમય સવારે ૯ થી ૧૧ નો રહેશે. ત્યાબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.

અરજી કરવા માટેની લિંક:

Child Department Bharti 2025 જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
What’s up ગ્રુપ માં જોઈન્ટ થવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment