પેપર નંબર 4 ભારત નું બંધારણ ના 1 થી 10 પ્રશ્નો
1. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય નથી.
- (2) રાજયસભાના ઉપસભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે.
- (3) રાજ્યસભાના સભાપતિની નિમણૂકની યોગ્યતા ઉપરાષ્ટ્રપતિના પદ મુજબ હોય છે.
- (4) ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય તો તેઓ સભાપતિ તરીકે કાર્ય કરતા નથી.
ઉપરનામાંથી કયા વિધાન સાચાં છે ?
(A) 1, 2 અને 4 (B) 1, 3 અને 4
(C) 2, 3 અને 4 (D) 1, 2, 3 અને 4
જવાબ :- (B) 1, 3 અને 4
2. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) સ્થગન પ્રસ્તાવ દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે છે.
- (2) સંસદના ગૃહોનું સત્રાવસાન વડાપ્રધાનશ્રી દ્વારા મંત્રી પરિષદની સલાહથી કરવામાં આવે છે.
- (3) સત્ર સમાપ્તિની સત્તા રાષ્ટ્રપતિશ્રી પાસે છે.
ઉપરનામાંથી કયું વિધાન સત્ય છે ?
(A) માત્ર 1 અને 2. (B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3. (D) 1, 2 અને 3
જવાબ :-(B) માત્ર 1 અને 3
3. નીચેનામાંથી કયું કથન વિધાનમંડળ માટે સત્ય છે ?
- (1) રાજ્ય વિધાનમંડળનો ઉલ્લેખ ભાગ – 6 માં કરવામાં આવેલ છે.
- (2) વિધાનમંડળમાં રાજ્યપાલશ્રી, વિધાનસભા, પરિષદનો સમાવેશ થાય છે.
- (3) વિધાનમંડળમાં વિધાન પરિષદની ન્યૂનત્તમ સીટની સંખ્યા 40 થાય છે.
(A) માત્ર 1 અને 2. (B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3 (D) 1, 2 અને 3
જવાબ :-(D) 1, 2 અને 3
4. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) રાષ્ટ્રપતિશ્રી પોતે અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ પણ સભ્ય દ્વારા સીધી રીતે કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ પોતાની ધારાકીય સત્તાને આધીન કરે છે.
- (2) રાષ્ટ્રપતિશ્રી આંતરરાજ્ય પરિષદની નિમણૂક કરી શકે છે.
- (3) ભારતના રાષ્ટ્રપતિશ્રી એ સંસદનો ભાગ છે, પણ સંસદને જવાબદાર નથી.
- (4) વિશેષિત વિટોને સંસદમાં ફરીથી ખરડો પસાર કરી રદ કરી શકાય છે.
ઉપરનામાંથી કયા વિધાન સત્ય છે ?
(A) માત્ર 1, 2 અને 3 (B) 1, 2, 3 અને 4
(C) માત્ર 3 અને 4. (D) માત્ર 1, 3 અને 4
જવાબ :-(B) 1, 2, 3 અને 4
5. નીચેનામાંથી કયુ વિધાન વડાપ્રધાનશ્રી સાથે સંબંધિત સત્ય કથન છે?
- (1) વડાપ્રધાનશ્રી જે ગૃહના સભ્ય હોય તે ગૃહના નેતા છે.
- (2) વડાપ્રધાનશ્રી સત્ર બોલાવવા તથા તેના અંતની તારીખ નક્કી કરવા રાષ્ટ્રપતિશ્રીને સલાહ આપે છે. તથા તેને રાષ્ટ્રપતિશ્રી બંધન કરતા છે.
- (3) વડાપ્રધાનશ્રી તમામ મંત્રીઓની પસંદગી કરી તેમને કાર્યભાર વહેંચવાની વિશેષ સત્તા ધરાવે છે.
(A) માત્ર 1 અને 3. (B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 2 (D) 1, 2 અને 3
જવાબ :- (D) 1, 2 અને 3
6. રાષ્ટ્રપતિશ્રીની ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી મતદાન કરવા માટે યોગ્ય નથી જો…
- (A) તે પોતે ઉમેદવાર હોય તો.
- (B) તેરાજ્ય વિધાનસભાના નીચલા ગૃહમાં પોતાની બહુમતી સિદ્ધ કરવા બાકી હોય.
- (C) તે રાજ્ય વિધાનમંડળના ઉપલા ગૃહના સદસ્ય હોય.
- (D) તે રાજ્ય વિધાનમંડળના નીચલા ગૃહના સદસ્ય હોય.
જવાબ :-(C) તે રાજ્ય વિધાનમંડળના ઉપલા ગૃહના સદસ્ય હોય.
7. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) રાજ્યસભા અનુદાનની માંગ ઉપર મતદાન કરી શકતી અને
- (2) રાજ્યસભામાં વાર્ષિક નાણાંકીય વિતરણ ઉપર ચર્ચા થઈ શકતી નથી.ઉપરનામાંથી કહ્યું વિધાન સત્ય છે ?
(A) માત્ર 1. (B) માત્ર 2
(C) 1 અને 2 બંને. (D) એકપણ નહિ
જવાબ :-(A) માત્ર 1
8. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?
- (A) ભારતના એટર્ની જનરલશ્રીનું મહેનતાણું નક્કી કરે છે. રાષ્ટ્રપતિશ્રી
- (B) એટર્ની જનરલશ્રી ભારત સરકારના કાયદાથી સંબંધિત બાબતોમાં સલાહ આપશે.
- (C) રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલત પાસે કોઈ વિશેષ પરિસ્થિતિમાં સલાહ માંગે તો તે વખતે મહાન્યાય અદાલતમાં સરકારનો પક્ષ રાખે છે.
- (D) ભારતના એટર્ની જનરલશ્રીને રાષ્ટ્રપતિશ્રીની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે.
જવાબ :-(D) ભારતના એટર્ની જનરલશ્રીને રાષ્ટ્રપતિશ્રીની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે.
9. મહાધિવકતાને કઈ કઈ શક્તિ પ્રાપ્ત થાય છે ?
- (1) તેઓ દેશની કોઈપણ અદાલતમાં સુનવણી કરી શકે છે.
- (2) રાજ્યપાલશ્રી દ્વારા સોંપવામાં આવેલા વિષયો પર રાજ્ય સરકારને સલાહ આપે છે.
- (3) મહાધિવકતા રાજ્યના વિધાનસભ્યને પ્રાપ્ત બધા જ વિશેષ અધિકારો ભોગવે છે.
(A) માત્ર 1 અને 2 (B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3 (D) 1, 2 અને 3
જવાબ :-(B) માત્ર 2 અને 3
10. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાન જણાવો.
- (1) 51(A)d મુજબ જાહેર મિલકતનું રક્ષણ કરવાની તથા હિંસાનો ત્યાગ કરવો.
- (2) અનુચ્છેદ – 51A(A) માં રાષ્ટ્રીય ધ્વજના સન્માનની વાત કરવામાં આવી છે.
- (3) વન સંરક્ષણ અધિનિયમ – 1972 માં અમલમાં મૂકાયો હતો.
(A) માત્ર 1 અને 2 (B) માત્ર । અને 3
(C) માત્ર 2 અને 3 (D) 1, 2 અને 3
જવાબ :-(A) માત્ર 1 અને 2
પેપર નંબર 4 ના ભારત નું બંધારણ ના 11 થી 20 પ્રશ્નો
11. નીચેના વિકલ્પોમાંથી ખોટો વિકલ્પ જણાવો.
- (A) બંધારણમાં સુધારા કરવા માટે જોગવાઈ અનુચ્છેદ-38 માં આપેલી છે.
- (B) શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો અપાયો, તે અંતર્ગત 18 વિષયો રાખવામાં આવ્યાં હતા.
- (C)-42માં બંધારણીય સુધારા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો 2001 સુધી અકબંધ રખાઈ.
- (D)84માં બંધારણીય સુધારા અંતર્ગત લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો.
જવાબ :-(D)84માં બંધારણીય સુધારા અંતર્ગત લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો.
12. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય છે. તેને વાસ્તવિક બહમતી કહેવાય છે.
- (2) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માત્ર ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યો- બહુમતી જરૂરી છે.
- (3) ઉપરાષ્ટ્રપતિશ્રીને પદ પરથી દૂર કરવા બાબતનો ખરડો સૌપ્રથમ લોકસભામાં પસાર ઉપરના વિધાનમાંથી કયું વિધાન સત્ય છે ?
(A) માત્ર – 1. (B) માત્ર 1 અને 2
(C) માત્ર 1 અને 3. (D) 1, 2 અને 3
જવાબ :-(A) માત્ર – 1
13. નીચેના જોડકાં જોડો.
1. સંયુક્ત રાજ્ય અમેરિકા. A.રાજ્યપાલશ્રીની ભૂમિકા
2. ઓસ્ટ્રેલિયા. B.બંધારણની સર્વોપરિતા
3. આયરલેન્ડ. C.સંસદની સંયુક્ત બેઠક
4. કેનેડા. D.રાષ્ટ્રપતિશ્રી દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિયુક્તિ
(A) 1 – a, 2 – d, 3 – c. 4 – b (B) 1 – b, 2 – c, 3 – d, 4 – a
(C) 1 – d. 2 – a, 3 – h, 4 – c (D)1-c, 2-b, 3-a, 4-d
જવાબ :-(B) 1 – b, 2 – c, 3 – d, 4 – a
14. ભારતની સરકારી ભાષા સંબંધી પ્રાવધાનનું સંશોધન થઈ શકે છે………
(A) સામાન્ય બહુમતીથી (B) ઓછામાં ઓછી 2/3- બહુમતીથી
(C) ઓછામાં ઓછી 3/4 બહુમતીથી (D) સંશોધન કરી નથી શકાતું.
જવાબ :- (A) સામાન્ય બહુમતીથી
15. પંચાયતી વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે કે…
- (1) વિકાસમાં જન ભાગીદારી
- (2) રાજનૈતિક જવાબદારી
- (3) લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ
- (4) નાણાંકીય સંગ્રહણ
ઉપરનામાંથી કથા મૂળ ઉદ્દેશ્ય સાચાં છે ?
(A) માત્ર 1, 2 અને 3. (B) માત્ર 2 અને 4
(C) માત્ર 1 અને 3. (D) 1, 2, 3 અને 4
જવાબ :-(C) માત્ર 1 અને 3
16. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) ગવર્નરની કારોબારીમાં સૌપ્રથમ ‘શ્રી સત્યેન્દ્રપ્રસાદ સિંહા’ને ભારતીય પરિષદ અધિનિયમ – 1909 દરમિયાન સમાવવામાં આવ્યાં.
- (2) ભારતીય બંધારણ સભાની રચના ક્રિપ્સ મિશન’ દરમિયાન થઈ હતી.
- (3) માઉન્ટબેટન યોજના 3 જૂન, 1947 દરમિયાન રજૂ થઈ હતી.
ઉપરનામાંથી કથા વિધાનો સત્ય છે ?
(A) માત્ર 1 અને 2. (B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3. (D) 1. 2 અને 3
જવાબ :-(C) માત્ર 1 અને 3
17. વિભાજન પછી માઉન્ટબેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાં બ્રિટિશ પ્રાંત તથા દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી ?
(A) બ્રિટિશ પ્રાંત – 229, દેશી રજવાડા- 70
(B) બ્રિટિશ પ્રાંત — 220, દેશી રજવાડા – 79
(C) બ્રિટિશ પ્રાંત – 239, દેશી રજવાડા – 79
(D) બ્રિટિશ પ્રાંત − 27%, દેશી રજવાડા – 89
જવાબ :-(A) બ્રિટિશ પ્રાંત – 229, દેશી 70
18. નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ?
(A) બંધારણ સભા દ્વારા બંધારણનું પ્રથમ વાંચન 4 નવેમ્બર, 1948 થી શરૂ કર્યું હતું.
(B) બંધારણ સભાના કુલ 290 સભ્યોમાંથી 2800 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા.
(C) બંધારણ સભાના પ્રથમ ઉપપ્રમુખ શ્રી એચ.સી. મુખર્જી હતા.
(D)17 નવેમ્બર, 1947 બંધારણ સભાની પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે બેઠક મળી.
જવાબ :-(B) બંધારણ સભાના કુલ 290 સભ્યોમાંથી 2800 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા.
19. આમુખના મુખ્ય પાયાના સિદ્ધાંત પરના વિધાનો પર વિચાર કરો.
- (1) બંધારણની શક્તિનો મુખ્ય સ્ત્રોત ભારતના લોકો છે.
- (2) ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદ અને પ્રજાસત્તાક રાજ્યવ્ય વસ્થાવાળો દેશ છે.
- (3) આર્થિક, સામાજિક અને રાજકીય સમાનતાનો ઉલ્લેખ છે.
- (4) પાયાના સિદ્ધાંત અનુસાર 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર કરાયો હતો.
ઉપરનામાંથી કયા વિધાનો સત્ય છે ?
(A) માત્ર 1, 2 અને 3 (B) માત્ર 1 અને 2
(C) માત્ર 1, 3 અને 4 (D) 1, 2, 3 અને 4
જવાબ :- (A) માત્ર 1, 2 અને 3
20 PIO (Person of Indian Origin) કાર્ડ યોજનાનો વિલય Overseas Citizen of India (OCI) માં ક્યારે કરવામાં આવ્યો ?
(A) 1 જાન્યુઆરી, 2015. (B) 9 જાન્યુઆરી, 2015
(C) 21 ડિસેમ્બર, 2015. (D) 22 નવેમ્બર, 2015
જવાબ :-(B) 9 જાન્યુઆરી, 2015
પેપર નંબર 4 ભારત નું બંધારણ ના 21 થી 28 પ્રશ્નો
21 નીચેના જોડકાં જોડો.
1. અનુસૂચિત જાતિ જનજાતિ માટે જાહેર નોકરીની A. અનુચ્છેદ-1(A)બઢતીમાં પણ અનામતની જોગવાઈ.
2. કોઈપણ વ્યક્તિએ કરેલા અપરાધ માટે તેને B. અનુચ્છેદ-20એકવાર સજા આપવામા આવશે.
3. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત C. અનુચ્છેદ-15શિક્ષણ પૂરું પાડવું.
4. મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વક મજૂરી D. અનુચ્છેદ-23કાયદા મુજબ સજાપાત્ર ગુનો છે.
(A) 1 – c, 2 – b, 3 -a 1, d – (B) 1 – c, 2 – d, 3 – a, 4 – b
(C) 1 – a, 2 – b, 3-c, 4 -.d (D) 1-a, 2-d, 3-c, 4-b
જવાબ :-(A) 1 – c, 2 – b, 3 -a 1, d
22 નીચેના વિધાનો ઉપર વિચાર કરો.
- (1) અનુચ્છેદ – 38 મુજબ લોકોના કલ્યાણની વૃદ્ધિ માટેની સમાજ વ્યવસ્થા રાજ્ય સિદ્ધ કરશે.
- (2) ભારતીય બંધારણ અનુસાર રાજ્ય, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં પગલાં ભરશે.
- (3) ગ્રામપંચાયતોની રચના એ DPSP મુજબ સમાજવાદી સિદ્ધાંતમાં સમાવેશ થાય છે.ઉપરના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે ?
(A) માત્ર 1 અને 2. (B) માત્ર 2 અને 3
(C) માત્ર 3. (D) માત્ર ૩
જવાબ :-(C) માત્ર 3
23. મંત્રી પરિષદના કાયદાકીય કાર્યવાહીના અધિકારોમાં સમાવેશ થાય છે…
(A) સંસદના બે ગૃહોને બોલાવવા અને પ્રચાર કરવો.
(B) લોકસભાના બે એંગ્લો-ઈન્ડિયન સભ્યોને નિમવા.
(C) કેટલાક રાજ્યસભાના સભ્યોને નિમવા.
(D) સંસદમાં મહત્ત્વપૂર્ણ બિલ અને ઠરાવો રજૂ કરવા.
જવાબ :-(D) સંસદમાં મહત્ત્વપૂર્ણ બિલ અને ઠરાવો રજૂ કરવા.
24. નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?
- (1) ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર, 1946 ના રોજ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
- (2) ઉદ્દેશ્ય પ્રસ્તાવ સરદાર પટેલ દ્વારા લાવવામાં આવ્યો હતો.
(A) માત્ર 1. (B) માત્ર 2
(C) 1 અને 2 બંને. (D) એકપણ નહિ
જવાબ :-(B) માત્ર 2
25. નીચેના વિધાનો પર વિચાર કરો.
- (1) ઉત્પ્રેષણની રીટ તે ધારાકીય કાર્યો અને ખાનગી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાતી નથી.
- (2) કોઈપણ જાહેર અધિકારીઓને ફરજ બજાવવા પરમાદેશ
- (3) રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ અનુચ્છેદ – 32 ને શકે છે.
ઉપરનામાંથી કર્યું વિધાન સત્ય છે ?
જવાબ :-
(A) માત્ર 1 અને 2. (B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3. (D) 1, 2 અને 3
જવાબ :- (D) 1, 2 અને 3
26. નીચેના વિધાનો ચકાસો.
- (1) ધર આયોગે રાજ્યોનું પુનર્ગઠન ભાષાના આધારે ન કરતા વહીવટી ધોરણે કરવાની ભલામણ કરી.
- (2).JVP સમિતિ ઘર આયોગની વહીવટી ભલામણને નકારી. ઉપરનામાંથી કર્યું વિધાન સત્ય છે ?
(A) માત્ર 1. (B) માત્ર 2.
(C) 1 અને 2 બંને (D) એકપણ નહિ
જવાબ :-(A) માત્ર 1.
27. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?
(A) મત્સ્યપાલન અને કૃષિ આવક પર કર એ સંઘયાદીનો વિષય છે.
(B) રોજગારી અને શિક્ષણ સંયુક્તયાદીનો વિષય છે.
(C) દેશનું સંરક્ષણ, વીમા સેવા સંઘયાદીનો વિષય છે.
(D) પોલીસ એ રાજ્યવાદીનો વિષય છે.
જવાબ :-(A) મત્સ્યપાલન અને કૃષિ આવક પર કર એ સંઘયાદીનો વિષય છે.
28. અનુચ્છેદ – 85(2) અનુસાર રાષ્ટ્રપતિશ્રી કઈ કઈ શક્તિ ધરાવે છે ?
(A) કેબિનેટની ભલામણથી રાષ્ટ્રપતિશ્રી કોઈપણ ગૃહમાં સત્ર સમાપ્તિ કરશે.
(B) રાષ્ટ્રપતિશ્રી લોકસભાનું વિસર્જન કરશે.
(C) A અને B બંને (D) એક પણ નહી
જવાબ :-(C) A અને B બંને
પેપર નંબર 4 ભારત નું બંધારણ ના પ્રશ્નો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારી