મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા
- કિડની | હૃદય | કેન્સર | લીવર થેલેસેમીયા મેજર | હૃદય ટ્રાન્સપ્લાન્ટ | ફેફસા ટ્રાન્સપ્લાન્ટ | હ્રદય અને ફેફસાટ્રાન્સ પ્લાન્ટ જેવા ગંભીર રોગોની માટે માન.મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે ની રજૂઆત.
મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ સહાય
- કિડની/હૃદય/કેન્સર/લીવર થેલેસેમીયા મેજર (બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ)/હૃદય ટ્રાન્સપ્લાન્ટ/ફેફસા ટ્રાન્સપ્લાન્ટ/હ્રદય અને ફેફસાટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર રોગોની સારવાર ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે નીચેના કાગળો રજૂ કરવાના હોય છે.
અરજી:
- માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરતી સહાય માટેની અરજી.
કેસપેપર્સઃ
- હોસ્પિટલના ઓ.પી.ડી. કેસ પેપર્સ કે જેમાં દર્દીનું નામ, સરનામું, મોબાઇલ નંબર,ઉંમર વિગેરે સહિતની વિગતો સાથેની ઝેરોક્ષ નકલ જોડવી.
ખર્ચનો અંદાજ.
- હોસ્પિટલએ આપેલ સારવાર ઓપરેશન ખર્ચનો અંદાજ અસલમાં માં રજૂ કરવો.
હૃદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલઃ
- (૧) યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હૉસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ૩૮૦૦૧૬
- [૨] રોઢ વાડીવાળ સારાભાઇ જનરલ હેરિપલ, એક્સિકો, અમદાવાદ-૩૮૦૦૦૬
- (3). ધરમસિંહ દેસાઇ મેમોરીયલ મેથોડીસ્ટ ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી, મીશન રોડ, નડિયાદ-૩૮૭૦૦૧
- [૪] શી બી. ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પરા, અઠવાગેટ રીંગ રોડ, સુરત-૩૯૫ ૦૦૫
- (૫). ઈ.એમ.ટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઇન્ટીટ્યુટ ઝોન ૧ થી ૮, સંપરી – એસ્ટેટ ચોથો માળ, પ્લુટીર મંદિરનીબાજુમાં, વરાળ શાપર જંગેડની સામે વાછા રોડ, સૂરત-ક
- [૬] એપોલો હોસ્પિટલ ઇન્ટરનેશનલ પ્રીતિ, પ્લોટ ન. 1 (A) બાદ આઈડી અરે, ગાંધીનગર ૩૮૨૪૨૮
- (૭). સ્ટર્લિંગ કોરિંપરા, સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨
કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ.
- (૧) ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડીસર્ચ સેન્ટર સીવીલ હોરિટલ કેમ્ટર, અમદાવાદ-૩૮૦૦૧૬
- [૨] મૂળજીભાઇ પટેલ યુરોલોોલ્ડિંગ, ડૉ. નુિંઆઈ રોડ, નડિયાદ-૩૮૭૦૦૧
- લીવર ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમીયા મેજર, હૃદય ટ્રાન્સપ્લાન્ટ, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ રોગના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલઃ
- લીવર ટ્રાન્સપ્લાન્ટ, મેલેસેમીયા મેજર (બોનમેરો ટ્રપ્શાવ્યું, ય સાપ્લાન્ટ, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ, હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ સેગના ઓપરેશનની સુવિધા ધરાવતી તમામ હોસ્પિટલ.
કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલઃ
- (૧) થી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટયુટ (એમ.પી.શાહ કેન્સર હો પટલ),સીપીલ હોસ્પિટલ કેમ્પર, અસારવા, અમદાવા-૧૬
- (૨) રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિસ્યુટ, ૧, પિતી નગર, નિર્મલા કોન્વન્ટની સામે, રાજકોટક
કિરણ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર, સુરત
- [૧] માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ મા માન્ય તમામ રોગો.
ડૉકટરનું પ્રમાણપત્રઃ
- હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું બાકી છે તે મુજબનું સંબંધિત ડૉકટરનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું.
- નોંધઃ (૧) ઓપરેશન થઇ ગયેલ હોય કે
- (૨ ) સાહય મંજૂર થયા પહેલા ઓપરેશન કરાવવામાં આવેલ હોય તેવા કેસોમાં વિચારણા કરવામાં આવશે.
રેશનકાર્ડ:
- રેશનકાર્ડની સ્વપ્રમાણિત નકલ.
અરજદાર/દર્દીના PMJAY કાર્ડ.
- (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડની સ્વપ્રમાણિત નકલ.
આધાર કાર્ડ:
- આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ,
આવકનો દાખલો:
- આપના કુટુંબની વાર્ષિક આવક અંગે સંબંધિત સક્ષમ સત્તાધિકારીશ્રીના આવકના દાખલાની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવી.
સ્વધોષણા.
- (Self-Declaration) (નમુનો સામેલ છે.) સ્વધોષણા પત્ર અસલમાં રજૂ કરવું.
ફોર્મઃ
- આ સામે સામેલ રાખેલ નમૂના મુજબનું ફોર્મ ભરીને અસલમાં રજૂ કરવું.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ભલામણપત્રઃ
- માન. મુમંત્રીશ્રીના રાહતફંડમાંથી દર્દીને સહાય આપવા અંગે માન. સંસદસભ્યશ્રી અથવા માન. ધારાસભ્યશ્રીનો ભલામણપત્ર અસલમાં રજૂ કરવો. (આ ભલામણપત્ર માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરીને લખવા વિનંતી)
નોંધઃ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની
- (૧) ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ
- (ર) યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ અને
- (૩) એમ. પી. શાહ કેન્સરઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, (૧) લો-ઇન્કમ ગ્રુપ (૫૦ ટકા સહાય) યોજના, (૨) PMJAY યોજના (મુખ્યમંત્રી અમૃત્તમ – મા, મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય યોજના), (૩) શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ વિગેરે હેઠળ લાભ સહાય મેળવેલ હોય તો તેમણે અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે.
- (૪) આ વિગતો cmo.gujarat.gov.inપરથી પણ ઓનલાઇન મેળવી શકાશે.