NPM જાહેરાત
ભાવનગર મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ હેઠળ, અર્બન હેલ્થ પ્રોજેકટ અંતર્ગત ૨૪X૭ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે નીચે મુજબની જગ્યા ઉપર ૧૧ માસનાં કરાર આધારીત, ફીકસ પગાર થી નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારોને નીચેની શરતો/વિગતો ધ્યાને લેવી.
જગ્યાનું નામ,
નર્સ પ્રેકિટશનર ઈન મીડ વાઈફરી (N.P.M)
પગાર ધોરણ,
નર્સ પ્રેકિટશનર ઈન મીડ વાઈફરી (N.P.M) નું પગાર 30000 + ઈન્સેન્ટીવ આપવામાં આવશે.
વય મર્યાદા
વયમર્યાદા—૪૦ વર્ષ
કુલ જગ્યા
કુલ-૧૨ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે
જરૂરી શૈક્ષણીક લાયકાત
ભારતીય નર્સીંગ કાઉન્સીલ દવારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નસ’ પ્રેકિટશનર ઈન મીડ વાઈફરીમાં પોસ્ટ બેઝિક ડીપ્લોમા (N.P.M) ની ડીગ્રી
રીમાર્કસ
ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલુ હોવું જરૂરી છે. (દર સોમવારે વોકઈન ઈન્ટરવ્યુ.)
ક્રમ નં.૧ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા, ધો-૧૦ થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ તથા ડિગ્રી સર્ટીફીકેટની પ્રમાણીત નકલ, અનુભવ, ઉમરના આધારોની પ્રમાણીત નકલો તથા અરજીમાં ઉપરનાં ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો ફોટોગ્રાફ સાથે મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર એડી પોસ્ટથી દિન-૧૦ માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે અધુરી વિગત વાળી અરજી રદ પાત્ર રહેશે.
ક્રમ નં.૨ માટે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો /આધારો સાથે દર સોમવારે મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની ચેમ્બરમાં,આરોગ્ય વિભાગ, ભાવનગર ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. મળેલ નિમણુક તદન હંગામી તથા કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક, હીત, ભથ્થુ મળવા પાત્ર થશે નહી તથા મુદત પુરી થયે નિમણુક આપોઆપ સમાપ્ત ગણાશે, અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવાર ને લાગુ પડશે.
આ જગ્યાઓની ભરતી કરવી કે ન કરવી, આપેલ જાહેરાત રદ ગણવી અગર આ જગ્યાઓ ભરવાની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાના તમામ અધિકાર મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ, ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ (ભાવનગર) ને રહેશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા NPM ની ભરતી 2023 ની નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.