CCC Online Registration 2023

CCC Examination

ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ સૂચનાઓ

1. ઉમેદવારે એપ્લીકેશન ફોર્મ ભરતા વખતે પોતાના નામ અને અન્ય વિગતોની ચોકસાઈ કરવી એપ્લીકેશન ફોર્મ સબમિટ થયા બાદ કોઈ ફેરફાર થઈ શકશે નહિ.

2. ઉમેદવારે પરિક્ષાના સમયે ગુજરાત યુનિવર્સીટી ખાતે પોતાના વિભાગનાં અધિકારીનાં સહી સિક્કા કરેલ એપ્લીકેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે.

3. આ પરિક્ષા સંબંધિત કોઈ પણ પ્રશ્નો માટે ફક્ત guccchelp@gmail.com પર ઈમેલ કરવાનો કોઈ સ્ટાફ મોબઈલ પર અથવા ઓફીસનાં ટેલિફોન નંબર પર સંપર્ક કરવો નહિ.

4. ફોર્મ ભરવા માટે મોઝિલા ફાયર ફોક્સ કે ગૂગલ ક્રોમના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો.

5. ફોર્મ ભરતી વખતે અપલોડ કરવા માટે કૃપા કરીને તમારો ફોટો JPEG ફોર્મેટ (200kbથી ઓછી સાઇઝ)માં રાખો,સહીની સ્કેન કરેલી નકલ, સર્વિસ લેટર કે વિભાગીય ઓળખ પત્રની સ્કેન કરેલી નકલ અને આધાર કાર્ડ તૈયાર રાખો,આધાર કાર્ડ નંબર ફરજિયાત છે.

6. ઉમેદવારે વિભાગના રેકોર્ડમાં રહેલી માહિતી મુજબ સાચી માહિતી ભરવી જરૂરી છે. ફોર્મ સબમિટ થયા બાદ તેમાં કોઇ પણ ફેરફારની પરવાનગી નથી. ફોર્મ સબમિટ કરતાં પહેલાં કૃપા કરીને તમામ માહિતી તપાસો. અરજીની હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. પરીક્ષાના સમયે ફોર્મની પેજ નંબર 2 પર વિભાગીય વડાની સહી સાથેની પ્રિન્ટ આઉટ, ફોટો ઓળખ પત્ર અને સર્વિસ લેટરની ઝેરોક્ષ કોપી જમા કરાવવાની રહેશે. ફોર્મની પ્રમાણિત પ્રિન્ટ આઉટ અને આવશ્યક દસ્તાવેજો વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

7. અરજદારે ફી પેટે થિયરી અને પ્રેક્ટિકલ બંને માટે કુલ રૂ. 200 (અથવા) માત્ર થિયરી માટે રૂ. 100 (અથવા) માત્ર પ્રેક્ટિકલ માટે રૂ. 100 ચુકવવાના રહેશે. અરજદારે આ ચુકવણી ઓનલાઇન પેમેન્ટ મારફતે કરવાની રહેશે. ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 10નો ટ્રાન્ઝેક્શન ચાર્જ ઉમેદવારે ઉઠાવવાનો રહેશે.

8. ચુકવણી કર્યા બાદ રજિસ્ટ્રેશન ફી કોઇ પણ સંજોગોમાં ટ્રાન્સફર કે રિફન્ડ કરવામાં આવશે નહીં.

9. પરીક્ષાના સમયે ખરાઈ માટે મૂળ ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. મૂળ ફોટો ઓળખપત્ર (આધાર કાર્ડ/મતદાર ઓળખપત્ર/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાસપોર્ટ પૈકી કોઇ પણ એક) વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

10. તમારો મોબાઇલ નંબર તમારું યુઝર નેમ રહેશે અને પાસવર્ડ તમારે યાદ રાખવાનો રહેશે. તમામ એલર્ટ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

11. દસ્તાવેજોની ખરાઈ બાદ, તમે કાયમી રજિસ્ટ્રેશન નંબર મેળવશો જે તમારો પરીક્ષા નંબર હશે.

12. ફોટો જેવી તમામ સ્કેન કરેલી નકલો પર સહી સ્પષ્ટ દેખાય/વંચાય તેવી હોવી જરૂરી છે.

13 ફોર્મ ભરવાને સંબંધિત કોઇ પણ સવાલ કે સમસ્યા માટે કૃપા કરીને સોમથી શુક્રવાર દરમિયાન સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે +91 8552045082 પર ફોન કરો.

14. એપ્લિકેશનમાં ભરવામાં આવેલી માહિતી, બદલી શકાતી નથી.

FAQ.

1.માત્રગુજરાત સરકારના કર્મચારીઓ જ આપરીક્ષા માટે લાયક છે.

2. અરજદારના મોબાઇલ નંબરનો યુઝરનેમ તરીકે ઉપયોગ કરીને લોગ-ઇન બનાવવામાં આવશે અને અરજદારે તેમનો પોતાનો પાસવર્ડ પસંદ કરવાની રહેશે. અરજદારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી છે. SS દ્વારા ઉમેદવારને તમામ કમ્યુનિકેશન આ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.પાસવર્ડ કોઇ પણ સ્પેશિયલ કેરેકટર વગરનો હોવો જોઇએ.

3. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ઓનલાઇન ચૂકવવાની રહેશે. ચુકવેલી રજિસ્ટ્રેશન ફી”નોન રિફંડેબલ” અને “નોન ટ્રાન્સફરેબલ” છે. ચુકવેલી ફી કોઇ પણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહીં.

4. યુનિવર્સિટીને રજિસ્ટ્રેશન ફોર્મની કોઇ પણ હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં. તમારા ફોર્મની પ્રિન્ટ આઉટને તમારા વિભાગીય વડા દ્વારા પેજ નંબર 2 પર એટેસ્ટ કરાવવાની રહેશે, પરીક્ષા વખતે આ પ્રિન્ટ આઉટ અને તમારા સર્વિસ સર્ટિફિકેટ અને ફોટો ઓળખપત્રની ઝેરોક્ષ કોપી જમા કરાવવાની રહેશે. પરીક્ષા વખતે ખરાઇ કરવા માટે મૂળ ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.

5. અરજદારે ફોર્મ ભરતી વખતે તેનો ફોટો અને સહી અપલોડ કરવા જરૂરી છે.

6. અરજી કોઇ પણ પરીક્ષા માટે કરી શકાય છે થિયરી અને પ્રેક્ટિકલ બંને અથવા માત્ર થિયરી અથવા માત્ર પ્રેક્ટિકલ થિયરીનાપેપરમાં પાસ થયેલો અરજદાર જ માત્ર પ્રેક્ટિકલની પરીક્ષા આપી શકે છે. તેવી જ રીતે અગાઉ પ્રેક્ટિકલની પરીક્ષામાં પાસથયેલો અરજદાર માત્ર થિયરીની પરીક્ષા આપી શકે છે.

7. અરજદારને અરજીપત્રકમાં ભરેલી વિગતોમાં ફેરફાર કરવાની પરવાનગી છે સિવાય કે તેમના નામ અને પરીક્ષાનો પ્રકારઅરજદાર તેના લોગ-ઇનમાંથી “ફોર્મ એક્ટિ રિક્વેસ્ટ” “Form Edit Request” જમા કરાવીને આ ફેરફાર કરી શકે છે,

8. તમે પાસવર્ડ ભૂલી ગયા હો તેવા કિસ્સામાં, તમે તમારું લોગ-ઇન નામ એન્ટર કરીને “ફરગેટ પાસવર્ડ” “Forgot Password” પર ક્લિક કરીને સિસ્ટમમાંથી પાસવર્ડ પાછો મેળવી શકો છો.

9. પરીક્ષાના કાર્યક્રમ તેમજ અન્ય મહત્વની જાહેરાતો રજિસ્ટ્રેશન વખતે ઉપયોગમાં લેવામાં આવેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SS મારફતે જાણ કરવામાં આવશે. ઉમેદવારોને નિયમિત નવી માહિતી મેળવવા માટે યુનિવર્સિટીની મુલાકાત લેવાની વિનતી કરવામાં આવે છે.

10. ઉમેદવારોને નિર્ધારિત તારીખે અને સમયે પરીક્ષા આપવા માટે વિનંતી કરવામાં આવે છે. પરીક્ષા નહીં આપી રહેલા ઉમેદવારને “ગેરહાજર” ગણવામાં આવશે.કોઇ પણ સંજોગોમાં પરીક્ષાના તારીખ કે સમયમાં ફેરફારની પરવાનગી આપવામાં આવશે નહીં.

CCC Online Registrati

CCC Online Registration કરવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment