આવકવેરા 2023/24
- Simple Calculation with Example of How to Calculate Income Tax for Govt Employees | Income Tax 2023/24 | સરકારી કર્મચારીઓ માટે ઇન્કમટેક્સ ની ગણતરી કેવી રીતે કરવી તેની ઉદાહરણ સાથે સરળ ગણતરી | આવકવેરા 2023/24 |
- ભારતીય આવકવેરા કાયદા, 1961 પ્રમાણે કરની વસૂલાત કરાય છે. ભારતીય આવકવેરા વિભાગનું સંચાલન સેન્ટ્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા કરાય છે અને તે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગનો ભાગ છે.
આવક વેરાનો ભાર
- ફેરફાર કરોદરેક વ્યક્તિ જેની કુલ આવક, આવક વેરો વસૂલવા પાત્ર ન હોય તેવી મહત્તમ રકમ કરતાં વધી જાય, તે કર દાતા છે, અને સંબંધિત મૂલ્યાંકન વર્ષના નાણાકિય કાયદા હેઠળ સૂચવાયેલા દર અથવા દરોએ આવક વેરો ચૂકવવા પાત્ર છે, અને આ વેરો વ્યક્તિના રહેણાક દરજ્જાના આધારે નક્કી કરાવો જોઈએ.આવક વેરો એ, પ્રત્યેક વ્યક્તિ દ્વારા પાછલા વર્ષમાં ઉપાર્જિત કુલ આવક પર, પ્રત્યેક મૂલ્યાંકન વર્ષ માટેના કેન્દ્રિય અંદાજપત્ર (નાણાકિય કાયદો) દ્વારા નક્કી કરાયેલા દરે ચૂકવવાપાત્ર વેરો છે.
નવો ટેક્સ સ્લેબનાણા
- મંત્રી નિર્મલા સીતારામણે નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતા જણાવ્યું કે, વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં લાગે, જ્યારે રૂ.3થી 6 લાખની આવક પર 5 ટકા, રૂ.6થી 9 લાખની આવક પર 10 ટકા, રૂ.9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા તેમજ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ટેક્સમાં રાહતની જાહેરાત
- નાણાંમંત્રી નિર્મલા સીતારામણે ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે 7 લાખ રૂપિયાના વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. હાલ આ મર્યાદા 5 લાખ રૂપિયાની
બજેટમાં નોકરીયાત વર્ગને નિરાશા
- નોકરીયાત વર્ગને ફરી બજેટમાં નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ આવકવેરામાં કોઈ રાહતની જાહેરાત કરી નથી. તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે, કેવી રીતે આવકવેરા રિટર્ન ફાઈલિંગ પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગે રિટર્નની પ્રક્રિયાની વધુ સરળ બનાવી છે. નાણાકીય વર્ષ 2013-14માં ITR માટે સરેરાશ પ્રોસેસિંગનો સમયગાળો 93 દિવસની હોય છે, જે ઘટીને 16 દિવસ થઈ છે. નાણામંત્રીએ કહ્યું કે, 45 ટકા ITRની પ્રક્રિયા 24 કલાકની અંદર કરાઈ રહી છે.
શું સસ્તુ થશે ?
- ઈલેક્ટ્રિક વ્હિકલ
- કેમેરા લેન્સ
- સાયકલ
- મોબાઈલના સ્પેર પાર્ટ્સ
- સોના-ચાંદીના દાગીના સસ્તા થશેૉ
- એલઈડી ટેલિવિઝન
- રમકડાઈ
- બેટરીને કસ્ટમ ડ્યુટીમાં રાહત
શું મોઘું થશે ?
- વિદેશી કિચન ચીમની
- ઈમ્પોર્ટેડ દરવાજા
- સિગારેટ અને તમાકુ બનાવટ મોંઘી થશે
- ચાંદીના વાસણો
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ના આવકવેરા નું નવું માળખું
- વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ના આવકવેરા નું નવું માળખું નીચે લેવલ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે
કરપાત્ર આવક (Taxable Income) | 2023/24 નું માળખું (Income Tax Slab) |
0 થી 3 લાખ | ૦% ટેક્ષ |
૩થી ૬ લાખ | ૫% ટેક્ષ |
૬ થી ૯ લાખ | ૧૦% ટેક્ષ |
૯ થી ૧૨ લાખ | ૧૫% ટેક્ષ |
૧૨ થી ૧૫ લાખ | ૨૦% ટેક્ષ |
૧૫ લાખ થી વધુ આવક | ૩૦% ટેક્ષ |
આવકવેરા કાયદાની કલમ 87A
શું છે કલમ 87A?
- જુના કાયદા મુજબ ટેક્સ રિબેટ એ જે વ્યક્તિઓની વાર્ષિક કરપાત્ર આવક રૂ. સુધી 5 લાખ હોય તો તે આ કલમ હેઠળ રિબેટનો દાવો કરી શકો છે. 87A હેઠળ ટેક્સ રિબેટ રૂ. 12,500 સુધી મર્યાદિત છે.. આનો અર્થ એ છે કે જો તમારો કુલ ચૂકવવાપાત્ર ટેક્સ રૂ. 12,500 કરતાં ઓછો છે.તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં..
- નવા કાયદા મુજબ વ્યક્તિઓની વાર્ષિક કરપાત્ર આવક રૂ. ૭ લાખ સુધી કરવામાં આવેલ છે.
- નવી કર પ્રણાલી મુજબ હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્તિ ગણાશે.
ઇન્કમટેક્સ ની ઉદાહરણ દ્વારા સમજ.
ઉદાહરણ :- (1) જો કોઈ વ્યક્તિ ની આવક ૯૨૫૦૦૦ છે. 80C રૂ.૧૫૦૦૦૦ નું રોકાણ હોય. 80D માં રૂ.૨૫૦૦૦ નો આરોગ્ય વીમો હોય. અને NPS માં ૨૫૦૦૦ નું રોકાણ હોય તો ટેક્ષ ની ગણતરી નીચે મુજબ થશે.
- કુલ આવક :- ૯૨૫૦૦૦
- કપાત 80C :- ૧૫૦૦૦૦
- કપાત 80D :- ૨૫૦૦૦
- કપાત 80CCD (NPS) :- ૫૦૦૦૦
- કુલ કપાત :- ૨૨૫૦૦૦
- કરપાત્ર આવક :- ૭૦૦૦૦૦
હવે ૭૦૦૦૦ નું કેટલું ઇન્કમટેક્સ ભરવાનું થાય તે જોઈએ.
કરપાત્ર આવક (Taxable Income) | ટેક્ષ નો દર | ટેક્ષ ની રકમ |
0 થી 3 લાખ | 0 % | Rs.0 |
૩ થી ૬ લાખ | 5 % | Rs.15000 |
૬ થી ૭ લાખ | 10 % | Rs.10000 |
કુલ ટેક્ષ ની ચૂકવવા પાત્ર રકમ | total :- Rs.25000 |
હવે વધુ સરળ માટે વધુ એક ઉદાહરણ જોઈએ.
દા.ત. જો કોઈ વ્યક્તિ ની આવક ૧૦૨૫૦૦૦ છે. 80C રૂ.૧૫૦૦૦૦ નું રોકાણ હોય. 80D માં રૂ.૨૫૦૦૦ નો આરોગ્ય વીમો હોય. અને NPS માં ૨૫૦૦૦ નું રોકાણ હોય તો ટેક્ષ ની ગણતરી નીચે મુજબ થશે.
- કુલ આવક :- ૧૦૨૫૦૦૦
- કપાત 80C :- ૧૫૦૦૦૦
- કપાત 80D :- ૨૫૦૦૦
- કપાત 80CCD (NPS) :- ૫૦૦૦૦
- કુલ કપાત :- ૨૨૫૦૦૦
- કરપાત્ર આવક :- ૮૦૦૦૦૦
હવે ૮૦૦૦૦ નું કેટલું ઇન્કમટેક્સ ભરવાનું થાય તે જોઈએ.
કરપાત્ર આવક (Taxable Income) | ટેક્ષ નો દર | ટેક્ષ ની રકમ |
0 થી 3 લાખ | 0 % | Rs.0 |
૩ થી ૬ લાખ | 5 % | Rs.૧૫૦૦૦ |
૬ થી ૮ લાખ | 10 % | Rs.૨૦૦૦૦ |
ટેક્ષ પાત્ર કુલ ની રકમ | Rs.૩૫૦૦૦ | |
ઉમેરો. આવક વેરા પર ૪% સેસ | Rs.૧૪૦૦ | |
કુલ ટેક્ષ ની ભરવા પાત્રરકમ | Rs.૩૬૪૦૦ |
ચાલો જોઈએ કે ત્રણેય કર પ્રણાલીમાં શું બદલાવ આવ્યો છે.
- નાણા મંત્રાલયે દરેક નાગરિકને આવકવેરા રિટર્ન ભરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નાણા મંત્રાલયે Income Tax કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, મંત્રાલયે વાર્ષિક 7 લાખ રૂપિયાની કમાણી કરતા કરદાતાઓને ટેક્સ ફ્રીની મોટી રાહત આપી છે. જ્યારે, અગાઉ આ છૂટ ફક્ત 5 લાખની આવક ધરાવતા કરદાતાઓને જ મળતી હતી.
બજેટ 2023 માં નવા કર પ્રણાલી અનુસાર Tax Rate.
- 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં.
- 3 લાખથી 6 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5% ટેક્સ દર લાગુ.
- 6 લાખથી 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10% ટેક્સ રેટ લાગુ.
- રૂ. 9 લાખથી રૂ. 12 લાખની વચ્ચેની આવક પર 15% ટેક્સ દર લાગુ.
- 15 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ દર લાગુ.
બીજા Tax Regime અનુસાર Tax Slab.
- 2.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.
- 2.5 લાખથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5% ટેક્સ દર.
- 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 20% ટેક્સ.
- 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ.
- 10 લાખથી 12.5 લાખ રૂપિયાની આવક પર 30% ટેક્સ.
- 12.5 લાખથી 15 લાખ સુધીની આવક પર 30% ટેક્સ.
- 15 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ.
જૂની કર વ્યવસ્થા અનુસાર ટેક્સ સ્લેબ.
- 2.5 લાખ સુધીની આવક પર ટેક્સનો દર નથી.
- 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5% ટેક્સ દર.
- 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ દર.7.
- 5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ દર.
- 10 લાખથી 12.5 લાખ સુધીની આવક પર 30 ટકા ટેક્સ દર.
- 12.5 લાખથી 15 લાખ સુધીની આવક પર 30 ટકા ટેક્સ દર.
- 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ.
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ વિગત :-
મહેરબાની કરીને હંમેશા આવનારા જાહેરાત તપાસો અને સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત સાથે ઉપરોક્ત વિગતોની પુષ્ટિ કરો.