પેપર નંબર1 ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્ન નંબર 1 થી 10
1). ‘મારે ગાંધીજીનું પુસ્તક વાંચવું છે’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.
A.ભવિષ્ય કૃદંત B.વર્તમાન કૃદંત C.સામાન્ય D.ભૂત કૃદંત
જવાબ :- A.ભવિષ્ય કૃદંત
2).પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ?
A.સાધિત B.ગુણવાચક C.સાદું D.વિકારી
જવાબ :- C.સાદું
3)‘મહેશ ઉઠીને દાતણ કરે છે.’ : વાક્યમાં કયો કૃદંત છે ?
A.સામાન્ય B.ભવિષ્ય કૃદંત C.સંબધક ભૂતકૃદંત D.ભૂત કૃદંત
જવાબ :- C.સંબધક ભૂતકૃદંત
4).ગામ, નગર, માણસ વગેરે કેવી સંજ્ઞા છે?
A.જાતિવાચક B.વ્યક્તિવાચક C.દ્રવ્યવાચક D.સમૂહવાચક
જવાબ :- A.જાતિવાચક
5).પાણી, લોખંડ, સોનું શબ્દો કેવા પ્રકારની સંજ્ઞા ધરવે છે ?
A.વ્યક્તિવાચક B.ભારવાચક C.જાતિવાચક D.દ્રવ્યવાચક
જવાબ :- D.દ્રવ્યવાચક
6).‘તે જમીને સૂતો છે.’ : વાકયમાં રેખાંકિત શબ્દ ‘જમીન’ શું છે ?
A.ક્રિયાપદ B.ક્રિયાવિશેષણ C.કૃદંત D.કર્તા
જવાબ :- C.કૃદંત
7).‘મારે માત્ર કેરી જોઈએ છે.’ :રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો.
A.વિરોધવાચક B.સીમાવાચક C.ભારવાચક D.વિનયવાચક
જવાબ :- C.ભારવાચક
8).‘ધવલથી બોલાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે ?
A.ભાવે B.કર્તરી C.કર્મણિ D.પ્રેરક
જવાબ :- A.ભાવે
9).જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : વિશેષણ ઓળખાવો
A.સબંધવાચક B.સાપેક્ષ C.વિધેય D.સર્વનામિક
જવાબ :- B.સાપેક્ષ
10).હેત્વર્થ કૃદંતનો પ્રત્યય જણાવો.
A.ત B.વ C.નાર D.વાને
જવાબ :- D.વાને
પેપર નંબર1 ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્ન નંબર 11 થી 20
11).ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે ?
A.7 B.6 C.4 D.5
જવાબ :- D.5
12).‘દલપતને વર્ગમાં ભણાવાય છે’ : કેવા પ્રકારનું વાકય છે ?
A.કર્તરી B.ભાવે C.પ્રેરક D.પુન:પ્રેરક
જવાબ :- D.પુન:પ્રેરક
13)‘હું પેનથી લખું છું.’ : વાકયનું કર્મણિમાં રૂપાંતર કરો.
A.મારાથી પેન દ્વારા લખાય છે. B.મારાથી પેન દ્વારા લખાવડાવાય છે.
C.હું પેનથી લખીશ. D.હું પેનથી લખી રહ્યો છું.
જવાબ :- A.મારાથી પેન દ્વારા લખાય છે.
14).ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે, : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો
A.દર્શકવાચક B.પ્રમાણવાચક C.ગુણવાચક D.સંખ્યાવાચક
જવાબ :- B.પ્રમાણવાચક
15)‘તમે કાલે આવશો ને?’ : વાક્યમાં નિપાત ઓળખાવો.
A.ને B.કાલે C.તમે D.આવશો
જવાબ :- A.ને
16).‘ય અને એલ’ કયા કૃદંતનો છે ?
A.સામાન્ય કૃદંત B.ભૂત કૃદંત C.ભવિષ્ય કૃદંત D.હેત્વર્થ કૃદંત
જવાબ :- B.ભૂત કૃદંત
17).અકર્મક રચના કોને કહેવાય છે ?
A.કર્તરિ B.ભાવે C.કર્મણિ D.પ્રેરક
જવાબ :- B.ભાવે
18).ભાર વગેરે જેવી અર્થચ્છાયાઓ પ્રયોજવા માટે વાપરવામાં આવતા ઘટકને શું કાહેવાય છે ?
A.સંજ્ઞા B.નામયોગી C.નિપાત D.અનુગ
જવાબ :- C.નિપાત
19).નીચેનામાંથી ક્રિયાવિશેષણ કયું નથી?
A.મોટેથી B.પણ C.સવારથી D.કાલથી
જવાબ :- B.પણ
20).ચિરાગના અક્ષરો મને ખૂબ ગમે છે. : વિશેષણ ઓળખાવો
A.સાર્વનામિક B.સબંધવાચક C.ગુણવાચક D.પરિણામવાચક
જવાબ :- B.સબંધવાચક
પેપર નંબર1 ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્ન નંબર 21 થી 25
21).પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો. : રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે ?
A.કર્યુવાચક B.સંખ્યાવાચક C.પરિણામવાચક D.ગુણવાચક
જવાબ :- C.પરિણામવાચક
22).એ મૂલ્યવાન વસ્તુઓ છે. : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો
A.સંખ્યાવાચક B.પરિણામવાચક C.રંગવાચક D.ગુણવાચક
જવાબ :- D.ગુણવાચક
23).‘સિંહ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો. આ વાક્યમાં ‘આસપાસ’ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?
A.સ્થળવાચક B.રીતિવાચક C.સમયવાચક D.પ્રમાણવાચક
જવાબ :- A.સ્થળવાચક
24).જે વાકયમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાકય કહેવાય છે ?
A.સંયુક્ત વાકય B.મિશ્ર વાકય C.સંકૂલ વાકય D.સાદું વાકય
જવાબ :- D.સાદું વાકય
25).‘થોડું પાણી પીવોને’ : આ વાક્યમાં ‘ને’ નિપાત શેનો ભાવ દર્શાવે છે ?
A.ખાતરી B.વિનંતી C.અનુમતિ D.આગ્રહ
જવાબ :- D.આગ્રહ
ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક.
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.