ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 3 સેવા મુલ્કી વોલ્યુમ (1 થી 8) ના પ્રશ્નો 1 થી 10
1. ચારિત્ર્ય અંગેની નોંધ સેવાપોથીમાં કેવી રીતે થાય છે ?
(અ) કચેરીના વડા ચારિત્ર્યની નોંધ કરે છે.
(બ) માત્ર કર્મચારીની પ્રમાણિક્તાની નોંધ કરી શકાય છે.
(ક) કર્મચારી વિનંતી કરે તો કચેરીના વડા સ્વવિવેકે ચારિત્ર્યની નોંધ કરે છે.
(ડ) ચારિત્ર્યની નોંધ કરવામાં આવતી નથી.
જવાબ:- (ડ) ચારિત્ર્યની નોંધ કરવામાં આવતી નથી.
2. પોતાના વહીવટી નિયંત્રણ હેઠળના કર્મચારીઓને દર વર્ષે તેમની સેવાપોથી બતાવીને અને સેવાપોથી તપાસ્યાના પ્રતીકરૂપે તેમાં તેની સહી લેવામાં આવી છે તેવી કાર્યવાહી કરેલ છે એવી મતલબનું પ્રમાણપત્ર/કચેરીના વડા અધિકારીએ તેના તરતના ઉપરી અધિકારીને કયારે મોકલવાનું હોય છે ?
(અ) જાન્યુઆરી માસની આખર સુધીમાં
(બ) એપ્રિલ માસની આખર સુધીમાં
(ક) સપ્ટેમ્બર માસની એખર સુધીમાં
(ડ) ઓકટોબર માસની આખર સુધીમાં
જવાબ:-(ક) સપ્ટેમ્બર માસની એખર સુધીમાં
3. દરેક કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં કચેરીમાંની સેવાપોથીઓ તથા સેવારોલની ચકાસણી હાથ ધરવી જોઈએ.?
(અ) જાન્યુઆરી માસમાં (બ) એપ્રિલ માસમાં
(ક) જુલાઈ માસમાં (ડ) ઓકટોબર માસમાં
જવાબ:- (અ) જાન્યુઆરી માસમાં
4. સેવાપોથીની વાર્ષિક ખરાઈ કરવા બાબતે શું જોગવાઈ છે ?
(અ) નાણાંકીય વર્ષના અંતે કચેરીના વડાએ ખરાઈ કરવી જોઈએ.
(બ) દર વર્ષે જાન્યુઆરી માસમાં કચેરીના વડાએ વાર્ષિક ખરાઈ કરવી જોઈએ.
(ક) દર વર્ષે જુલાઈ માસમાં ખરાઈ કરવી જોઈએ
(ડ) કર્મચારીની બઢતી / બદલી વખથે સેવાર્થીની ખરાઈ કરવાની જોગવાઈ છે.
જવાબ:- (બ) દર વર્ષે જાન્યુઆરી માસમાં કચેરીના વડાએ વાર્ષિક ખરાઈ કરવી જોઈએ.
5.ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો,૨૦૦૨ સંબંધિત નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે?
(અ) ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓને લાગુ પડે છે.
(બ) ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા અખિલ ભારતીય સેવાના અધિકારીઓને લાગુ પડે છે.
(ક) ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને લાગુ પડે છે?
(ડ) ઉપરના બધા જ કર્મચારીઓને લાગુ પડે છે.
જવાબ:- (અ) ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓને લાગુ પડે છે.
6. નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપથીનું શું કરવું જોઇએ ?
(અ) નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપોથી કર્મચારીને પરત આપવી
(બ) નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપોથી નિવૃત થયા હોય તે કચેરીમાં રાખવી
(ક) નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપોથી એક વર્ષ પછી નાશ કરવી
(ડ) નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપોથી પાંચ વર્ષ પછ નાશ કરવી
જવાબ:- (બ) નોકરીની સમાપ્તિ બાદ કર્મચારીની સેવાપોથી નિવૃત થયા હોય તે કચેરીમાં રાખવી
7. સરકારી કર્મચારીને સેવાપોથી કયારે પરત આપી શકાય છે ?
(અ) કર્મચારી નિવૃત્ત થાય ત્યારે
(બ) કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરાય ત્યારે
(ક) કર્મચારી રાજીનામું આપે ત્યારે
(ડ) સેવાપોથી પરત આપી શકાય નહિ
જવાબ:- (ડ) સેવાપોથી પરત આપી શકાય નહિ
8. નોકરીના રેકર્ડમાંથી વિમા કંપનીને ઉતારી આપવા બાબતે શું જોગવાઈ
(અ) કચેરીના વડા સ્વવિવેકે ઉતારા આપી શકે છે.
(બ) કુચેરીના વડાએ ઉતારા આપવા ફરજિયાત છે.
(ક) ખાતાના વડા અધિકારી સ્વવિવેકાધિકારે ઉતારા આપી શકે છે.
(ડ) આવા ઉતારા કોઈપણ સંજોગોમાં આપી શકાય નહિ.
જવાબ:- (ક) ખાતાના વડા અધિકારી સ્વવિવેકાધિકારે ઉતારા આપી શકે છે.
9. ગુજરાત મુલ્કી સેવા નિયમોના આઠ ગ્રંથો કઈ તારીખથી અમલમાં આવ્યા ?
(અ) ૧૫મી નવેમ્બર, ૨૦૦૨ (બ) ૧લી નવેમ્બર, ૨૦૦૨
(ક) ૩૦ મી નવેમ્બર, ૨૦૦૨ (ડ) ૧૦ મી નવેમ્બર, ૨૦૦૨
જવાબ:- (અ) ૧૫મી નવેમ્બર, ૨૦૦૨
10. ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ માં સમાવિષ્ટ જોગવાઈઓમાં છૂટછાટ મુકવાની સત્તા કોને છે?
(અ) સરકારને (બ) નાણા વિભાગને
(ક) સરકારને નાણા વિભાગની પૂર્વસંમતિથી
(ડ) કોઈપણ વિભાગને
જવાબ:- (ક) સરકારને નાણા વિભાગની પૂર્વસંમતિથી
ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 3 સેવા મુલ્કી વોલ્યુમ (1 થી 8) ના પ્રશ્નો 11 થી 20
11. કરારથી નિમવામાં આવેલી વ્યકિતને સેવા સંબંધિત કઈ જોગવાઈઓ લાગુ પડશે ?
(અ) કરારની કાયદેસર શરતો અને બોલીઓ
(બ) ગુજરાત મુલ્કી સેવાના જુદા જુદા નિયમોમાં કરવામાં આવેલી જોગવાઈ
(ક) ગુજરાત મુલ્કી સેવાના જુદા જુદા નિયમોમાં કરવામાં ન આવેલી જોગવાઈઓ
જવાબ:- (અ) કરારની કાયદેસર શરતો અને બોલીઓ
12. જે જગાના તા. ૧-૧-૨૦ ૦ ૬ પહેલા અમલમાં રહેલા પગાર ર્ધારણોં મહત્તમ પગાર નીચેનાથી વધુ ન હોય તેવી જગાને વર્ગ-૪ ની જગા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે ?
(અ) રૂ. ૪૦૦૦ (બ) રૂ. ૪૫૦૦
(ક) રૂ. ૬૦૦૦ (ડ) રૂ. ૫૦૦૦
જવાબ:- (અ) રૂ. ૪૦૦૦
13. ફરજમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
(અ) ફરજિયાત પરીક્ષામાં ત્રીજી વખત ઉપસ્થિત થવા ગાળેલ સમય
(બ) હાજર થવાનો સમય
(ક) અજમાયશી તરીકેની નોકરીનો સમય
(ડ) હોદ્દાની રૂએ યુનિવર્સિટીઓમાં સરકારના પ્રતિનિધિ તરીકે આપેલ હાજરીનો સમય
જવાબ:- (અ) ફરજિયાત પરીક્ષામાં ત્રીજી વખત ઉપસ્થિત થવા ગાળેલ સમય
15. સરકારી કર્મચારીના કુટુંબમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
(અ) દત્તક લીધેલ બાળક
(બ) રૂ!. ૫૦૦ થી ઓછી માસિક આવક ધરાવતા માતા/પિતા
(ક) એક કરતાં વધારે પત્ની (ડ) એક પત્ની
જવાબ:- (ક) એક કરતાં વધારે પત્ની
16. અંશકાલીન કર્મચારીઓએ મોડામાં મોડું કેટલા સમયમાં શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે?
(અ) નિમણુંક થયા પછી હાજર થવાની તારીખે
(બ) નિમણૂંક થયા પછી એક માસમાં
(ક) નિમણૂંક થયા પછી છ માસમાં
(ડ) શારીરિક યોગ્યતાનું પ્રમાણપરજૂ કરવાનું હોતું નથી
જવાબ:- (ક) નિમણૂંક થયા પછી છ માસમાં
17. કર્મચારીએ શારીરિકનું યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા સ્થળે તબીબી મંડળ સમક્ષ હાજર થવાનું હોય છે ?
(અ) જે જિલ્લામાં સેવા બજાવવાની હોય તે જિલ્લાના તબીબી મંડળ સમક્ષ
(બ) નિમણૂંકનો હુકમ આપનાર કચેરી જે જિલ્લામાં આવી હોય તે જિલ્લાના તબીબી મંડળ સમક્ષ
(ક) કર્મચારીને જે સ્થળે તબીબી મંડળ સમક્ષ ઉપસ્થિત થવું સુગમ હોય તે સ્થળે
(ડ) ગર્મ તે જિલ્લાના તબીબી મંડળ સમક્ષ
જવાબ:- (ક) કર્મચારીને જે સ્થળે તબીબી મંડળ સમક્ષ ઉપસ્થિત થવું સુગમ હોય તે સ્થળે
18. નોકરીમાં નિમણૂંક કરવામાં આવે તે પહેલાં સરકારી ખર્ચે તાલીમ લેવાની જરૂર હોય તેવા કર્મચારીએ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર ક્યારે રજૂ કરવાનું હોય છે ?
(અ) તાલીમ માટે હાજર થતાં પહેલાં
(બ) તાલીમ દરમ્યાન
(ક) તાલીમ પૂર્ણ કર્યા પછી છ માસમાં
(ડ) નિમણૂંકના હુકમની તારીખથી છ માસમાં
જવાબ:- (અ) તાલીમ માટે હાજર થતાં પહેલાં
19. તબીબી તપાસ અધિકારીએ આંખ સિવાયની કોઈ શારીરિક ખંડના કારણે ઉર્મદવારને અયોગ્ય ઠરાવ્યો હોય તો તેની અશક્તતા અંગે કોણ છૂટછાટ આપી શકે ?
(અ) કચેરીના વડા (બ) ખાતાના વડા
(ક) કચેરીના વડાની વિનંતીથી નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ
(ડ) વિભાગના વડા
જવાબ:- (ક) કચેરીના વડાની વિનંતીથી નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ
20. નીચલા દરજ્જાની જગામાંથી ઉપલા દરજ્જાની જગામાં બઢતી થાય અને ફરજો એની એ જ રહે તો બઢતીની કઈ તારીખ ગણવાપાત્ર છે ?
(અ) બઢતીના હુકમની તારીખે ફરજ પર હોય તો તે તારીખથી
(બ) ઉપલી જગાની ફરજ સંભાળે તે તારીખથી
(ક) હુકમની તારીખે રજા ઉપર હોય તો રજા પરથી પરત આવ્યાની તારીખથી
(ડ) હુકમની તારીખે રજા ઉપર હોય તો પણ હુકમની તારીખથી
જવાબ:- (ડ) હુકમની તારીખે રજા ઉપર હોય તો પણ હુકમની તારીખથી
ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 3 સેવા મુલ્કી વોલ્યુમ (1 થી 8) ના પ્રશ્નો 21 થી 26
21. સરકારી કર્મચારીના રાજીનામાનો અસ્વીકાર કરવા માટે નીચેના પૈકી કયા કારણો આગળ ધરી શકાય નહિ ?
(અ) નાણાંની કોઈ નિશ્ચિત કે નિશ્ચિત થઈ શકે તેવી રકમ તેની પાસે લેણી હોય અને તેની ચૂકવણીઉપરોક્ત સમયગાળા દરમ્યાન, કરવામાં આવેલ ન હોય.
(બ) તે ફરજમોકૂફેઈ હેઠળ હોય
(ક) તેની વિરૂદ્ધ કોઈ ખતાકીય તપાસ કે ફોજદારી કાર્યવાહી અપેક્ષિત કે બાકી હોય.
(ડ) અન્ય કર્મચારીની વહીવટી કારણોસર ખાલી જગા ઉપર નિમણૂંક થઈ શકે તેમ ન હોય.
જવાબ:- (ડ) અન્ય કર્મચારીની વહીવટી કારણોસર ખાલી જગા ઉપર નિમણૂંક થઈ શકે તેમ ન હોય.
22. ખાતાના વડા અધિકારીઓની સેવાના રેકર્ડની જાળવણી કોણ કરે છે ?
(અ) ખાતાના વડા પોતે (બ)પગાર અને હિસાબ કચેરી
(ક) ખાતાના વડાના જે તે વહીવટી વિભાગ
(ડ) ખાતાના વડાની કચેરીમાં પગાર બીલમાં સહી કરતા અધિકારી
જવાબ:- (બ)પગાર અને હિસાબ કચેરી
23. વર્ગ-૩ ના કર્મચારીની રાજ્યેતર સેવામાં બદલી થતાં તેની સંવાર્તાથીમાં નર્ધા કરવાનીજવાબદારી કોની છે ?
(અ) એકાઉન્ટન્ટ જનરલની કચેરી
(બ) વહીવટી વિભાગની
(ક) જે ખાતા/કચેરીના વડાની કચેરીમાંથી તેમને રાજ્યેતર સેવામાં મર્મોકલવામાં આવ્યા હોય તેખાતા/કચેરીના વડા.
(ડ) કર્મચારીના પગાર બીલ આકારતા કચેરીના વડાની
જવાબ:- (ક) જે ખાતા/કચેરીના વડાની કચેરીમાંથી તેમને રાજ્યેતર સેવામાં મર્મોકલવામાં આવ્યા હોય તેખાતા/કચેરીના વડા.
24. ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો)નિયમ, ૨૦ ૦૨ ઘડચા છે ?
(અ) કલમ-૩૦૮ (બ) કલમ-૩૦૯
(ક) કલમ-૩૧૦ (ડ) કલમ-૩૦૯ નો પરંતુક
જવાબ:- (ડ) કલમ-૩૦૯ નો પરંતુક
25. ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨ કઈ તારીખથી અમલમાં આવ્યા?
(અ) ૧લી નવેમ્બર, ૨૦૦૨ (બ) ૧લી જાન્યુઆરી, ૨૦૦૨
(ક) ૧લી એપ્રિલ, ૨૦૦૨ (ડ) ૧૫મી નવેમ્બર, ૨૦૦૨
જવાબ:- (ડ) ૧૫મી નવેમ્બર, ૨૦૦૨
👉 જો પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસિસ રૂલ્સ 2002 ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.