Gujarat Civil Service (Joining Time, Deferral of Duty etc.) Rules, 2002 | ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 |

Khatakiy Exam Paper no.3

ખાતાકીય Exam માટે અતિ મહત્વ ના ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 નિયમ ના 1 થી 50 પ્રશ્નો નીચે મુજબ છે.

1. એક જ મુખ્ય મથકે કચેરી ખરેખર બદલાય ર્તા ફરજ પર જોડવાનો સમય કેટલો મળવાપાત્ર છે ?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) અડધો દિવસ. (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી

જવાબ :- (અ) એક દિવસ.

2. ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં રાજ્યેતર સેવા એટલે….

(અ) એકત્રિત ફંડ સિવાયમાંથી થતો પગાર.

(બ) રાજ્ય બહાર પ્રતિનિયુક્તિ પર

(ક) રાજ્ય સરકાર સિવાયની સેવા.

(ડ) એકત્રિત ફંડમાંથી થર્તા પગાર

જવાબ :- (અ) એકત્રિત ફંડ સિવાયમાંથી થતો પગાર.

3. જાહેર હિતમાં સરકારી કર્મચારીની અન્ય મથકે બદલી થાય તે તૈયારીના કેટલા દિવસ મળવાપાત્ર છે?

(અ) એક દિવસ. (બ) પાંચ દિવસ

(ક) છ દિવસ. (ડ) સાત દિવસો

જવાબ :- (ક) છ દિવસ.

4. ફરજ પર જોડાવાના સમય દરમ્યાન તૈયારીના દિવસ કયારે ન મળે?

(અ) કર્મચારી રહેઠાણ બદલતો ન હોય.

(બ) કર્મચારીનું મુખ્ય મથક બદલાતું ન હોય

(ક) કર્મચારી બદલી સ્વ-વિનંતીથી હોય.

(ડ) ઉપરના તમામ કિસ્સાઓમાં

જવાબ :- (ડ) ઉપરના તમામ કિસ્સાઓમાં

5. સ્વવિનંતીથી બદલી થાય તો ફરજ પર જોડાવવા કેટલા દિવસ મળવાપાત્ર છે ?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) છ દિવસ. (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી

જવાબ :- (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી

6. નીચેનામાંથી કયા સંજોગમાં ફરજ પર જોડાવાનો સમય ન મળે ?

(અ) એક જ મુખ્ય મથકે કચેરી બદલાય તો

(બ) ખરેખર કચેરી બદલાતી ન હોય તો

(ક) મુખ્ય મથક બદલાય તો,.

(ડ) ઉપરોકત તમામ સંજોગોમાં

જવાબ :- (બ) ખરેખર કચેરી બદલાતી ન હોય તો

7. ફરજ પર જોડાવવાનો સમય વધુમાં વધુ કેટલા દિવસ સુધી મંજુર થઈ શકે ?

(અ) છ દિવસ. (બ) સાત દિવસ

(ક) દસ દિવસ. (ડ) ત્રીસ દિવસ

જવાબ :- (ડ) ત્રીસ દિવસ

8. કર્મચારીની બદલી એક જ કચેરીમાં એક ટેબલથી બીજા ટેબલ ઉપર કે બીજી શાખામાં કરવામાં આવે જોઈનીંગ ટાઈમ કેટલો મળે ?

(અ) બે દિવસ. (બ) ૭ કલાક

(ક) ના મળે. (ડ) એક દિવસ

જવાબ :- (ક) ના મળે.

9. હાજર થવાના સમય દરમ્યાન ઘરભાડા ભથ્થુ કયા દર મુજબ મળવાપાત્ર છે ?

(અ) નવા મથકના પગારના દર મુજબ.

(બ) જુના મથકના પગારનો દર મુજબ

(ક) કર્મચારીના વિકલ્પ મુજબ મળવાપાત્ર છે.

(ડ) ઘરભાડા ભથ્થુ મળવાપાત્ર છે

જવાબ :- (બ) જુના મથકના પગારનો દર મુજબ

10. નવી કચેરીમાંની કોઈ એક જગ્યા ઉપર કર્મચારીની નિમણુંક થતાં એ જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળ ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ પર જોડાવા માટે કર્મચારીને કેટલા દિવસ મળશે ?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) સાત દિવસ. (ડ) એકપણ નહિ

જવાબ :- (અ) એક દિવસ.

11. હાજર થવાના સમય દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થુ (સી.એલ.એ.) કથા દરથી મળવાપાત્ર છે ?

(અ) જુના મથકના દર મુજબ. (બ) નવા મથકના દર મુજબ

(ક) કચેરીના વડાના વિવેક અનુસાર. (ડ) સ્થાનિક વળતર ભથ્થુ મળવાપાત્ર નથી

જવાબ :- (અ) જુના મથકના દર મુજબ.

12. ફરજ પર જોડાવાનો સમય કયારે મળવાપાત્ર ન થાય?

(અ) મુખ્ય મથક બદલાતું હોય.

(બ) કચેરી બદલાતી ન હોય.

(ક) છ મહિનાથી વધે નહીં તેવી રજા પરથી પાછા ફરતાં

(ડ) નવી જગા માટેની પૂરતા સમયની નોટીસ ન મળી હોય.

જવાબ :- (બ) કચેરી બદલાતી ન હોય.

13. હાજર થવાના સમય દરમ્યાન પગાર કયા દરથી ચુકવાય છે ?

(અ) જુના મથકના, પગાર મુજબ.

(બ) નવા મથકના પગાર મુજબ

(ક) જુનાં મથકનો પગાર તથા નવા મથકનો મળવાપાત્ર પગાર બેમાંથી જે ઓછો હોય તે પગાર ચુકવાય છે.

(ડ) ખાતાના વડા નક્કી કરે તે મુજબ

જવાબ :- (ક) જુનાં મથકનો પગાર તથા નવા મથકનો મળવાપાત્ર પગાર બેમાંથી જે ઓછો હોય તે પગાર ચુકવાય છે.

14. સરકારી સેવકની બદલી કરવામાં આવે ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કર્યો વિકલ્પ સુસંગત નથી ?

(અ) એક જ જિલ્લામાં બદલી થયેલ હોય તો એક દિવસ.

(બ) નિકટવર્તી જિલ્લામાં બદલી થયેલ હોય તો બે દિવસ

(ક) ઉપરોક્ત (અ) અને (બ) સિવાયના પ્રસંગે બે દિવસ

(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણાતો નથી.

જવાબ :- (ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણાતો નથી.

15. હાજર થવાનો સમય વધુમાં વધુ કેટલા સમય દરમ્યાન ભોગવી શકાય છે ?

(અ) સાત દિવસ. (બ) એક માસ

(ક) બે માસ. (ડ) છ માસ

જવાબ :- (ડ) છ માસ

ખાતાકીય Exam માટે અતિ મહત્વ ના ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 નિયમ ના 1 થી 50 પ્રશ્નો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

16. જ્યારે સરકારી કર્મચારીની એક મથકેથી બીજા મથકે બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી ?

(અ) એક જ જિલ્લામાં એક દિવસ.

(બ) નિકટવર્તી જિલ્લામાં એક દિવસ

(ક) ઉપરોક્ત (અ) અને (બ) સિવાયના પ્રસંગે બે દિવસ

(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી.

જવાબ :- (ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી.

17. સાત માસની રજા પર ગયેલ કર્મચારીને અન્ય મથક પર બદલી થયેલ હોય તો ફરજ પર જોડાવાનો સમય સમય કેટલો મળવાપાત્ર છે ?

(અ) એક દિવસ. (બ) છ દિવસ

(ક) સાત દિવસ. (ડ) એકપણ દિવંસ મળવાપાત્ર નથી

જવાબ :- (ડ) એકપણ દિવંસ મળવાપાત્ર નથી

18. એક જ મથકે કચેરી ખરેખર બદલાતી હોય ત્યારે ફરજ પર જોડાવાનો સમય કેટલા દિવસ મળવાપાત્ર છે?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) છ દિવસ. (ડ) સાત દિવસ

જવાબ :- (અ) એક દિવસ

19. એક જ મુખ્ય મથકે અન્ય જગ્યા પર બદલી થાય તો હાજર થવાનો સમય કેટલા દિવસ મળે?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) છ દિવસ. (ડ) સાત દિવસ

જવાબ :- (અ) એક દિવસ

20. ફરજ પર જોડાવાની સમય બદલીની તારીખથી કેટલા સમયમાં ભોગવી લેવાનો હોય છે ?

(અ) એક માસમાં. (બ) ત્રણ માસમાં

(ક) છ માસમાં. (ડ) એક વર્ષમાં

જવાબ :- (ક) છ માસમાં.

21. કર્મચારીની બદલી બીજા જિલ્લામાં થાય અને તે જિલ્લાનો હદ સમાન ના હોય તો કેટલા દિવસ મુસાફરી માટે મળવાપાત્ર છે ?

(અ) એક દિવસ. (બ) બે દિવસ

(ક) ત્રણ દિવસ. (ડ) મુસાફરીના અંતર મુજબ મળવાપાત્ર છે.

જવાબ :- (બ) બે દિવસ

22. એક મથકેથી સરકારી કર્મચારીની બદલી થાય ત્યારે કર્મચારીને તૈયારી માટે નિયમાનુસાર કેટલા દિવસ મળશે ?

(અ) બે દિવસ. (બ) એક દિવસ

(ક) છ દિવસ (ડ) પાંચ દિવસ

જવાબ :- (ક) છ દિવસ

23. ફરજમોકૂફી એ કયા પ્રકારની શિક્ષા ગણાય છે ?

(અ) હળવી શિક્ષા. (બ) ભારે શિક્ષા

(ક) કોઈપણ પ્રકારની શિક્ષા ગણાય નહિ

(ડ) ખાતાના વડા નક્કી કરે તે પ્રકાર ગણાય

જવાબ :- (ક) કોઈપણ પ્રકારની શિક્ષા ગણાય નહિ

24. ફરજ પર જોડાવાના સમયમાં તૈયારી માટે કેટલા દિવસ નિયત થયેલા છે ?

(અ) ૩૦ દિવસ. (બ) ૬ દિવસ

(ક) ૨ દિવસ. (ડ) ૭ દિવસ

જવાબ :- (બ) ૬ દિવસ

25. ફરજમોકૂફી દરમ્યાન કઈ રકમનું ચુકવણું થાય છે?

(અ) મુળ પગાર. (બ) રજા પગાર

(ક) નિર્વાહ ભથ્થુ. (ડ) કંઈપણ ચુકવણું થાય નહિ

જવાબ :- (ક) નિર્વાહ ભથ્થુ.

26.ફરજ પર જોડાવાનો સમય વધુમાં વધુ કેટલા દિવસ મળી શકે?

(અ) ૬ દિવસ. (બ) ૭ દિવસ

(ક) ૮ દિવસ. (ડ) ૩૦ દિવસ

જવાબ :-(ડ) ૩૦ દિવસ

27. નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત ન થઈ શકે ?

(અ) આવક વેરો. (બ) મકાન ભાડું

(ક) સામાન્ય ભવિષ્યનિધિ ફાળો. (ડ) આપેલ લોન કે પેશગી

જવાબ :- (ક) સામાન્ય ભવિષ્યનિધિ ફાળો.

28. ફરજ પર જોડાવાના સમય દરમ્યાન તૈયારીના કેટલા દિવસ મળે?

(અ) બે દિવસ. (બ) પાંચ દિવસ

(ક) છ દિવસ. (ડ) સાત દિવસ

જવાબ :- (ક) છ દિવસ.

29. નિર્વાહ ભથ્થામાંથી નીચેનામાંથી કઈ કપાત વૈકલ્પિક રીતે થઈ શકે ?

(અ) સરકારી મકાન ભાડુ. (બ) આવક વેરો

(ક) મકાન પેશગી. (ડ) સામાન્ય ભવિષ્યનિધિની પેશગીની વસુલાત

જવાબ :- (ડ) સામાન્ય ભવિષ્યનિધિની પેશગીની વસુલાત

30. એક કર્મચારીની વેકેશન દરમ્યાન બદલી થાય છે ?

(અ) વેકેશનમાં હાજર થઈ શકે. (બ) વેકેશનને અંતે જોડાઈ શકે.

(ક) જે તે કચેરી પર આધારિત. (ડ) બદલી થઈ શકે નહિ;

જવાબ :- (બ) વેકેશનને અંતે જોડાઈ શકે.

ખાતાકીય Exam માટે અતિ મહત્વ ના ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 નિયમ ના 1 થી 50 પ્રશ્નો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

31. નિર્વાહ ભથ્થામાંથી નીચે જણાવેલ પૈકી કઈ કપાત ફરજિયાત છે ?

(અ) સામાન્ય ભવિષ્યનિધિ ફાળો. (બ) આવક વેરો

(ક) સહકારી મંડળીની લેણી રકમ (ડ) સામાન્ય ભવિષ્યનિધિમાંથી લીધેલ પેશગી

જવાબ :- (બ) આવક વેરો

32. કોઈ કર્મચારી બદલી થતાં તા. ૧૫-૬-૨૦૧૪ થી હવાલો આપવાનું શરૂ કરે છે. જે ફાઈલોની સંખ્યા જોતાં તા. ૧૮-૬-૨૦૧૪ ના રોજ સંપૂર્ણ હવાલો સોંપી રહે છે. વાલાની તબદીલીમાં તે કઇ તારીખ લખશે ?

(અ) તા. ૧૪-૬-૨૦૧૪ થી તા. ૧૮-૬-૨૦૧૪ (બ) તા. ૧૪-૬-૨૦૧૪

(ક) તા. ૧૫-૬-૨૦૧૪. (ડ) તા. ૧૮-૧-૨૦૧૪

જવાબ :- (ડ) તા. ૧૮-૧-૨૦૧૪

33. ફરજમોકૂફી હેઠળના કર્મચારીને ઘરભાડુ તથા અન્ય વળતર ભરથી કેવા દરેથી મળવાપાત્ર છે?

(અ) સક્ષમ અધિકારી નક્કી કરે તે દરથી. (બ) કર્મચારીના મુળ પગારના આધારે

(ક) રજા પગારના દરથી (ડ) ઘરભાડુ કે અન્ય વળતર ભથ્થા મળવાપાત્ર નથી

જવાબ :- (અ) સક્ષમ અધિકારી નક્કી કરે તે દરથી.

34. ફરજ પર જોડાવાના સમયને લંબાવવાની સત્તા કોની છે ?

(અ) અધિક સચિવ મહેકમ. (બ) ખાતાના વડા

(ક) વિભાગના વડા. (ડ) સરકાર

જવાબ :- (ડ) સરકાર

35. ફરજમોકૂફી હેઠળના પ્રથમ છ માસ દરમ્યાન કયા દરથી નિર્વાહ ભથ્થાની ચુકવણી થાય છે?

(અ) પ્રાપ્ત આ પગારના દરથી. (બ) અર્ધપગારી ના દરથી,

(ક) અસાધારણ રજ પંગારના દરથી. (ડ) નિર્વાહ ભથ્થાની ચુકવણી થાય નહિ

જવાબ :- (બ) અર્ધપગારી ના દરથી,

36. એક સરકારી કર્મચારી મુસાફરી દરમ્યાન બિમાર પડે છે તો સક્ષમ અધિકારી ફરજ પર જોડાવાનો સમય…..

(અ) નિયમોમાં આવી કોઈ જોગવાઈ નથી.

(બ) ૨૦ દિવસ સુધી લંબાવી શકે,

(ક) બિમારી જેટલા દિવસ રહે ત્યાં સુધી લંબાવી શકે.

(ડ) ૩૦ દિવસની મર્યાદામાં લંબાવી શકે

જવાબ :- (ડ) ૩૦ દિવસની મર્યાદામાં લંબાવી શકે

37. ફરજમોકૂફી હેઠળનો કર્મચારી રજા માટે અરજી કરે તો નીચેનામાંથી શું કાર્યવાહી થાય છે ?

(અ) રજા મંજુર કરાય છે. (બ) રજા મંજૂરી માટે ખાતાના વડાને મોકલાય છે.

(ક) રજા મંજુર કરાય નહિ. (ડ) કચેરીના વડા સ્વવિવેકે રજાનો પ્રકાર નક્કી કરે છે.

જવાબ :- (ક) રજા મંજુર કરાય નહિ.

38. બદલીની જગાએ હાજર થવાના સમય દરમ્યાન બદલીના હુકમ મુલતવી, રદ કે સુધારવામાં આવે તેવા દિવસોને શું ગણવામાં આવે છે ?

(અ) અહીં દર્શાવેલ પૈકી એકપણ નહીં.

(બ) ફરજિયાત રજાના દિવસો

(ક) ફરજિયાત પ્રતિક્ષાના દિવસો.

(ડ) ફરજિયાત મુસાફરીના દિવસો

જવાબ :- (ક) ફરજિયાત પ્રતિક્ષાના દિવસો.

39. કર્મચારીની રજા કયારે મંજૂર ન કરી શકાય?

(અ) કર્મચારી નિવૃત્ત થવાનું એક વર્ષ બાકી હોય ત્યારે.

(બ) કંર્મચારી કાયદેસર પરવાનગી લઈને વિદેશ જતા હોય ત્યારે

(ક) કર્મચારી ફરજમોકૂફી પર હોય ત્યારે.

(ડ) ઉપરનામાંથી એક પણ નહિં

જવાબ :- (ડ) ઉપરનામાંથી એક પણ નહિં

40. સરકારી કર્મચારી વિનંતીથી બદલીની માંગણી કરે તો તેને નવી ફરજ પર જોડાવા માટે કેટલા દિવસ મળશે ?

(અ)એક દિવસ. (બ) પાંચ દિવસ

(ક) સાત દિવસ. (ડ) ઉપર પૈકી એકપણ નહિ

જવાબ :- (ડ) ઉપર પૈકી એકપણ નહિ

41. નીચેમાંથી કયા કિસ્સામાં ફરજપર જોડાવાનો સમય મળવાપાત્ર નથી ?

(અ) બદલી જાહેરહિતમાં હોય. (બ) બદલી સ્વવિનંતિથી હોય

(ક) મુખ્ય મથક બદલાતું હોય. (ડ) ઉપરના બધા કિસ્સામાં

જવાબ :- (બ) બદલી સ્વવિનંતિથી હોય

42. નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી ?

(અ) બદલી જાહેર હિતમાં હોય. (બ) બદલી સ્વવિનંતીથી હોય.

(ક) મુખ્ય મથક બદલાતું હોય. (ડ) ઉપરોક્ત તમામ કિસ્સામાં

જવાબ :- (બ) બદલી સ્વવિનંતિથી હોય

43. ફરજ પર જોડાવાનો સમય વધારામાં વધારે કેટલા દિવસની મર્યાદાને આધીન રહેશે ?

(અ) છ દિવસ. (બ) સાત દિવસ

(ક) ત્રીસ દિવસ. (ડ) સાઇઠ દિવસ

જવાબ :- (ક) ત્રીસ દિવસ.

44. રાજ્યમાં જ રાજ્યેતર સેવા પર બદલી કરવાની સત્તા ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં કોને આપવામાં આવી છે ?

(અ) ખાતાના વડાને. (બ) વિભાગના વડાને

(ક) રાજ્ય સરકારને (ડ) કચેરીના વડાને

જવાબ :- (અ) ખાતાના વડાને.

45. ફરજ પર જોડાવાનો સમય દરમિયાન તૈયારી ના કેટલા દિવસ મળે ?

(અ) બે દિવસ. (બ) પાંચ દિવસે

(ક) છ દિવસ (ડ) સાત દિવસ

જવાબ :- (ક) છ દિવસ

46. રાજ્યેતર સેવામાંના સરકારી કર્મચારીઓના મહેનતાણાંના નિયમન અંગેના સિદ્ધાંત ગુજરાત મુલ્કી સેવા (ફરજ પર જોડાવાના સમય, રાજ્યેતર સેવા, ફરજર્મોકૂફી વગેરે) નિયમો, ૨૦૦૨ ના કયા નિયમમાં કરવામાં આવેલ છે ?

(અ) નિયમ-૪૦. (બ) નિયમ-૪૧

(ક) નિયમ-૩૯. (ડ) આ પૈકી કઈ નહિ

જવાબ :- (ક) નિયમ-૩૯.

47. “એક કર્મચારીની બદલી જાહેર હિતમાં મહેસાણાથી રાજકોટ થાય છે. મુસાફરી માટે કેટલા દિવસ મળે ?

(અ) એક દિવસ (બ) બે દિવસો

(ક) છ દિવસ. (ડ) સાત દિવસ

જવાબ :- (બ) બે દિવસો

48. ફરજપર જોડાવાનો સમ બદલીની તારીખથી કેટલા માસમાં ગાળામાં સરકારી કર્મચારીએ ભોગવી લેવો જોઈએ ?

(અ) એક માસમાં. (બ) બે માસમાં

(ક) ત્રણ માસમાં. (ડ) છ માસમાં

જવાબ :- (ડ) છ માસમાં

49. પ્રતિનિયુક્તિની સમયાવધિ સામાન્ય સંજોગોમાં કેટલા વર્ષ હોઈ શકે ?

(અ) ચાર વર્ષ (બ) એક વર્ષ .

(ક) બે વર્ષ. (ડ) ત્રણ વર્ષ

જવાબ :- (અ) ચાર વર્ષ

50. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય, ફરજમોકૂફી વગેરે) નિયમો, ૨૦૦૨ અંતર્ગત ક્યા નિયમમાં સરકારી કર્મચારીઓની રાજ્યેતર સેવામાં પ્રતિનિયુક્તિ અંગેની પ્રમાણભૂત શરર્તા અને બંલીઓ અંગે જોગવાઈ થયેલ છે ?

(અ) નિયમ-૪૦. (બ) નિયમ-૪૧

(ક) નિયમ-૪૨. (ડ) નિયમ-૪૩

જવાબ :- (અ) નિયમ-૪૦.

ખાતાકીય Exam માટે અતિ મહત્વ ના ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 નિયમ ના 1 થી 50 પ્રશ્નો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment