ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે “બિનસચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગો તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ માટે “ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની કુલ- ૩૯૦૧ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લેખિત સ્પર્ધાત્મક કસોટી તા.૨૪/૦૪/૨૦૨૨ના રોજ લેવામાં આવેલ હતી. જ્યારે તા.૧૯/૦૭/૨૦૨૨ થી તા.૨૩/૦૭/૨૦૨૨ અને તા.૨૫/૦૭/૨૦૨૨ થી તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે અરજી અને પ્રમાણપત્રોની ચકાસણી બાદ ઉમેદવારોને તા.૨૭/૦૧/૨૦૨૩ અને તા.૩૦/૦૧/૨૦૨૩ થી તા.૧૦/૦૨/૨૦૨૩ દરમિયાન ખાતા/કચેરીની પસંદગી અને ફાળવણી માટે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની કચેરી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ હતું. તે મુજબ તા.ર૭/૦૧/૨૦૨૩ના રોજ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખાતા/કચેરીની પસંદગી યાદી અને તા.ર૭/૦૧/૨૦૨૩ સુધીની બાકી રહેલ ખાતા/કચેરીની પસંદગી યાદી સામેલ છે.

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક ૧૯૨/૨૦૨૦-૨૧ અન્વયે અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક) વર્ગ-૩ સંવર્ગના સીધી ભરતીથી પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક-પત્ર એનાયત કરવા બાબત.

ઉપર જણાવેલ વિષય અંગે આ સાથે સામેલ રાખેલ પરિશિષ્ટ-1 મુજબના ઉમેદવારોન જણાવવામાં આવે છે કે, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની અધિક મદદનીશ ઈજનેર(યાંત્રિક) વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ફાળાની જગાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (જાહેરાત ક્રમાંક ૧૯૨/૨૦૨૦-૨૧) દ્વારા લેવામાં આવેલ પરીક્ષાને અંતે મંડળની ભલામણ અન્વયે પરિશિષ્ટ-૧ મુજબના ઉમેદવારોને અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ-૩, તરીકે માન.મંત્રીશ્રી(જળસંપત્તિ) તથા ‘માન,રાજ્ય કક્ષાના મંત્રીશ્રી(જળસંપત્તિ)ના વરદ્હસ્તે નિમણૂક આપવાનો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે. આથી, પરિશિષ્ટ-૧ મુજબના ઉમેદવારોને નીચે જણાવેલ તારીખે અને સરનામે નિમણૂક પત્ર સ્વીકારવા માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ :-

દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-૦૨, સરદાર ભવન, નવા સચિવાલય, ગાંધીનગર

તારીખ :-

૦૧/૦૨/૨૦૨૩

સમય :-

બર્પોરે ૦૩:૦૦ કલાકે

સૂચનાઓ

વધુમાં સંબંધિત તમામ ઉમેદવારોએ નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે:-

(૧) કાર્યક્રમમાં તા.૦૧/૦૨/૨૦૨૩ના રોજ બપોરે ૩.૦૦ કલાકે ઉપર જણાવેલ સરનામે અચૂકસ્વખર્ચે પહોંચી જવું,

(૨) કાર્યક્રમમાં મુખ્ય હોલમાં ફક્ત ઉમેદવારને પ્રવેશ મળશે. (માત્ર દિવ્યાંગ ઉમેદવારની સાથે સાથીતરીકે માત્ર ૦૧ વાલી અથવા મદદનીશ સાથે આવી શકશે)

(૩) હાજર રહેનાર ઉમેદવારોએ સચિવાલય સંકુલમાં પ્રવેશ મેળવવા માટે આ પત્ર સાથે ફોટો ઓળખપત્રસાથે લાવવાનું રહેશે.

(૪) કાર્યક્રમની ગરિમા જળવાય તે રીતે ઉમેદવારે પોતાનું સ્થાન શરુઆતથી અંત સુધી જાળવી રાખવુંઅને કાર્યક્રમમાં આપવામાં આવતી સૂચનાઓને અનુસરવું.

(૫) કાર્યક્રમમાં સંપૂર્ણ શાંતિ જાળવવી.

(૬) મુખ્ય સ્ટેજનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માન.મંત્રીશ્રી(જ.સં) અને અન્ય મંચસ્થ મહાનુભાવો વિદાય લે ત્યાં સુધી ઉમેદવારોએ પોતાની બેઠક વ્યવસ્થા ઉપર પોતાનું સ્થાન જાળવી રાખવું.

અગત્ય ની માહિતી

તા.ર૭/૦૧/૨૦૨૩ના રોજ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખાતા/કચેરીની પસંદગી યાદી જોવા માટે અહીં ક્લીક કરો

તા.ર૭/૦૧/૨૦૨૩ સુધીની બાકી રહેલ ખાતા/કચેરીની પસંદગી યાદી જોવા માતે અહિં ક્લીક કરો

ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment