1200 PSIની ભરતીપર રોક, પ્રમોશનના વિવાદને લઇ ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો આદેશ

PSI ની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર

PSIની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટે 1 હજાર 200 PSIની ભરતી પર લગાવી શેક, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી નહીં થાય.

PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર સુનાવણી

હાઈકોર્ટે 1 હજાર 200 PSIની ભરતી પર લગાવી રોક

PSI મોડ 2ની ભરતી પ્રક્રિયા પર લગાવી રોક

PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટે 1200 PSIની ભરતી પર લગાવી રોક લગાવી દીધી છે. PSIની ભરતી પર રોક લગાવવા સાથે હાઈકોર્ટે ટકોર કરી છે કે, કોર્ટમાં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકારી ભરતી નહીં થાય. આ સાથે 6 અઠવાડિયામાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.હાઈકોર્ટે અટકાવી PSI ભરતીPSI મોડ ટની ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. 1 હજાર 200 PSIની ભરતી પર હાઈકોર્ટે રોક લગાવી છે. ખાતાકીય પ્રમોશનના વિવાદને લઈને કોન્સ્ટેબલો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમની પડતર અરજીઓનો નિકાલ ન થવાના કારણે ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટે 6 સપ્તાહ સુધીમાં આ આ ગે નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા કરાઈ હતી અરજી

પરીક્ષામાં આપવા માટે છૂટ

PSIની પ્રિલીમ પરીક્ષાના પરિણામ બાદ તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (MT Department)ના 60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા PSIની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીને માન્ય રાખી હાઈકોર્ટે તેમને PSIની ફિઝિકલ પરીક્ષામાં આપવા માટે છૂટ આપી હતી.

અરજીનો નિકાલ

મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા કરાઈ હતી અરજીપરંતુ તેમની આ માંગ સાથે તમામને મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી તેમના દ્વારા કરવામાં આવી હતી. આ અરજી હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં પેન્ડિંગ છે ત્યારે આજે ડિવિઝન બેંચે સિંગલ જજને કહ્યું છે કે, ‘તમે જલ્દી અરજીનો નિકાલ કરો.’

પરીક્ષામાં બેસવાની અપાઈ હતી છૂટ

પહેલા થયેલી12 જૂનના રોજ PSIની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા સુનાવણીમાં હાઈકોર્ટે પોલીસખાતામાં MT સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલ (MT Section Constable Main Exam)ને મેઈન પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી.

સત્તાવાર News by VTV Gujarati news જોવા માટે અહીં ક્લિક કરો

અમારી સાથે What’s App ગ્રુપ સાથે જોડાવ

What’s App

Leave a Comment