JuniorClerk Exam Reimbursement application 2023
JuniorClerk Exam Reimbursement application 2023 | જુનિયર ક્લાર્ક પરીક્ષા વળતર અરજી 2023 | @gpssb.gujarat.gov.in | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરઉમેદવારો માટે જાહેરાતગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક- ૧૨/૨૧૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેંદ્ર ખાતે જવા-આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂ. ૨૫૪/- ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઇન આપવાનુ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તા ૦૯-૦૪-૨૦૨૩ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી, અંદાજે ૨૦ થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ઉમેદવારના ખાતામાં ઉપરોકત રકમ જમા આપવાનું આયોજન છે. જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ OAS વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગત અંગેના ઓનલાઇન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઇન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.
JuniorClerk Exam Reimbursement application 2023 ની સુચનાઓ
- ૧) ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરના NOTICE BOARD ઉપર કલીક કરતા Reimbursement application નું ઓનલાઇન ફોર્મ ખુલશે
- ૨) આ ઓનલાઇન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં જ કેપીટલ અક્ષરમાં ભરવાની રહેશે.
- ૩) OJAS વેબસાઇટ ઉપર મુકેલ ઓનલાઇન ફોર્મમાં ભરેલ વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે કોઇ ફીઝીકલ ફોર્મ સ્વીકારવામાંઆવશે નહીં.
- ૪) ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઇથી ભરવાની રહેશે. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક/ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFCS કોડ ભરવાના રહેશે
- ૫) ઉમેદવારે ઉપરોકત માહિતી પુરતી કાળજી અને ચોકસાઇ તથા સમયમર્યાદામાં ભરવાની રહેશે, જેમાં ભુલ થવાના કારણે અથવા ખોટા બેંક ખાતા નંબર/ખોટા IFSC કોડ લખવા બદલ ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે. પાછળથી આ બાબત અંગેની કોઇપણ રજુઆત મંડળ ધ્વારા ગ્રાહય રાખવામાં આવશે નહિ, જેની નોંધ લેવી.
- ૬) ઉમેદવારો દ્વારા ઉપરોકત ઓનલાઇન વિગતો તા.૩૧-૩-૨૦૨૩ ના રોજ સમય-૧૩-૦૦ કલાકથી તા.૯-૪-૨૦૨૩ નારોજ સમય-૧૨:૩૦ સુધીમાં ભરેલ ઓનલાઇન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.
- ૭) કોઇ સંજોગોમાં કોઇ ઉમેદવાર પોતાનો કોલ-લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેઇલ્સ ઓનલાઇન ભરી ન શકે, તો કોલ-લેટર ડાઉનલોડ થઇ ગયા બાદ પણ તા. ૯/૪/૨૦૨૩ના રોજ ૧૨:૩૦ કલાક સુધી પોતાની બેંક ડીટેઇલ્સ OJAS વેબસાઈટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકાશે.
- ૮) જે ઉમેદવાર તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી, પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમ્યાન OJAS વેબસાઇટ ઉપર Reimbursement application માં પોતાની બેંકની વિગતો ભરેલ હશે તેવા ઉમેદવારોને જ ઉપરોકત રકમ મળવાપાત્ર થશે.”મંડળના આદેશનુસાર”તા.૩૧/૦૩/૨૦૨૩
JuniorClerk Exam Reimbursement application 2023 ની હેલ્પલાઈન અંગેની નોટીસ
- હેલ્પલાઈન અંગેની નોટીસ જાહેરાત ક્રમાંક-૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ ખાતે (ગીર-સોમનાથ સિવાય) યોજાનાર છે અને આ પરીક્ષા માટેના કોલલેટર તા.૩૧/૦૩/૨૦૨૩(૧૩-૦૦ કલાક)થી ઉમેદવારો ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તે બાબતે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉપરોકત કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઇ ઉમેદવારને મુશ્કેલી જણાય કે તેને આનુષાંગિક પુછપરછ માટે મંડળ કચેરીના હેલ્પલાઇન નં.૮૭૫૮૮૦૪૨૧૨ અને ૮૭૫૮૮૦૪૨૧૭ ઉપર કચેરી કામકાજના સમય દરમ્યાન પુછપરછ કરી શકશે તેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.તા.૩૧/૦૩/૨૦૨૩
જા.ક્ર. ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકથી ૧૩-૩૦ કલાક દરમ્યાન મંડળ ધ્વારા યોજવામાં આવશે,જેની તમામ ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.
Admit Card | અહિં ક્લિક કરો |
કન્ફર્મેશન નંબર | અહિં ક્લિક કરો / Without OTP |
Call Letter Notification | અહિં ક્લિક કરો |
JuniorClerk Exam Reimbursement application 2023 | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જીલ્લા વાઈઝ What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
સુચનાઓ
JuniorClerk Exam Reimbursement application 2023
- (૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૨) ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
- (૩) જનરલ કેટેગરીના ઉમેદવારો મણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૦૭-૦૪-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.