પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002

પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 1 થી 10

1. પોતાની માલિકીની સાયકલ રાખી અને ફરજ બજવણી માટે તેને ઉપયોગ કરતા કર્મચારીને માસિક કેટલું સાયકલ ભથ્થુ મળવાપાત્ર છે ?

(અ) રૂ. ૨૦. (બ) રૂ. ૫૦. (ક) રૂ.૭૫. (ડ) રૂ.૧૦૦

👉 જવાબ :- (અ) રૂ. ૨૦

2. એક કર્મચારી તા. ૧૫-૯-૨૦૧૬ ના રોજ સવારે ૧૦ કલાકે મુખ્ય મથકેથી નીકળી તા. ૧૫- ૯-૨૦૧૬ ના રોજ ૧૩ કલાકે મુખ્ય મથકે પરત ફરે છે તેં તા. ૧૫-૯-૨૦૧૬ નું દૈનિક ભથ્થું કેટલું મળે ?

(અ) ૩૦ ટકા. (બ) ૫૦ ટકા. (ક) ૬૦ ટકા. (ડ) ૧૦૦ ટકા

👉 જવાબ :- (અ) ૩૦ ટકા

3. મુસાફરી માટે મુખ્ય મથકેથી કર્મચારીની ગેરહાજરી કયારથી શરૂ થઈ ગણાય અને કયારે પૂરી, થઈ ગણાય?

(અ) રહેઠાણથી નીકળે ત્યારથી શરૂ થઈ ગણાય અને રહેઠાણે પરત ફરે ત્યારે

(બ) સ્ટેશને પહોંચે ત્યારથી શરૂ થઈ ગણાય અને સ્ટેશને પરત ફરે ત્યારે

(ક) ટ્રેન કે બસ મુખ્ય મથકેથી ઉપડે ત્યારથી શરૂ થઈ ગણાય અને ટ્રેન કે બસ મુખ્ય મથકે પરત ફરે ત્યારે

(ડ) રેલ્વે કે બસના મુસાફરી અંગેના ટાઈમ ટેબલમાં દર્શાવવામાં આવેલ પ્રસ્થાનના સમયે મુસાફરી શરૂ થઈ અને આગમનના સમયે મુસાફરી

👉 જવાબ :- (ડ) રેલ્વે કે બસના મુસાફરી અંગેના ટાઈમ ટેબલમાં દર્શાવવામાં આવેલ પ્રસ્થાનના સમયે મુસાફરી શરૂ થઈ અને આગમનના સમયે મુસાફરી

4. કર્મચારીને બહાર મોકલવામાં આવે ત્યારે રહેવા અને જમવાનું પુરૂ પાડવામાં આવે ત્યારે….

(અ) ૭૫ ટકા દૈનિક ભથ્થુ મળી શકે.

(બ) રપ ટકા દૈનિક ભથ્થુ મળી શકે.

(ક) દૈનિક ભથ્થુ મળવાપાત્ર થતું નથી.

(ડ) ૫૦ ટકા દૈનિક ભથ્થુ મળી શકે.

👉 જવાબ :- (બ) રપ ટકા દૈનિક ભથ્થુ મળી શકે.

5. સામાન્ય રીતે મુસાફ્રી કયા માર્ગે કરવી જોઈએ ?

(અ) સૌથી ટૂંકા માર્ગ. (બ) સરળ પડે તે માર્ગે

(ક) કચેરી સૂચવે તે માર્ગ (ડ) કર્મચારી ઇચ્છે તે માર્ગે.

👉 જવાબ :- (અ) સૌથી ટૂંકા માર્ગ.

6. સરકારી કર્મચારીને પ્રવાસ દરમ્યાન રહેવા અથવા જમવાનું મફત આપવામાં આવે તો કયા દરે દૈનિક ભથ્થુ ચૂકવવું પડે ?

(અ) એક. (બ) ૧/૪. (ક) ૧/૨. (ડ) ૧/૩

👉 જવાબ :- (ક) ૧/૨.

7. સસ્તા માર્ગ સિવાયનો માર્ગ મુસાફરી ખરેખર કરવામાં આવી હોય આવા માર્ગના આધારે આકારવામાં આવતું મુસાફરી ભથ્થુ સૌથી ટૂંકા માર્ગના આધારે આકારવામાં આવતા મુસાફરી ભથ્થા કરતાં કેટલા ટકાથી વધારે ને હોવું જોઈએ ?

(અ) ૨૫ ટકા. (બ) ૫૦ ટકા. (ક) ૭૫ ટકા. (ડ) ૧૦૦ ટકા

👉 જવાબ :- (બ) ૫૦ ટકા

8. પ્રવાસ દરમ્યાન કર્મચારીને રહેવા અને જમવાની મફત સુવિધા પૂરી પાડવામાં આવી હોય તો કેટલું દૈનિક ભથ્થુ મળે ?

(અ) ૨૫ ટકાના દર. (બ) ૭૫ ટકાના દર. (ક) પુરા દરે. (ડ) ૫૦ ટકાના દરે

👉 જવાબ :- (અ) ૨૫ ટકાના દર.

9. સ્વેચ્છાએ વિમાન દ્વારા મુસાફરી કોણ કરી શકે ?

(અ) ગ્રેડ પે રૂ. ૪૪૦૦ હોય તે. (બ) ગ્રેડ પે રૂ. ૪૬૦૦ હોય તે

(ક) ગ્રેડ પે રૂ. ૫૪૦૦ હોય તે. (ડ) ગ્રેડ પે રૂ. ૭૬૦૦ હોય તે

👉 જવાબ :- (ડ) ગ્રેડ પે રૂ. ૭૬૦૦ હોય તે

10. કોઈ કર્મચારી મુખ્ય મથકની બહાર સરકારી કામકાજ અર્થે ૧૩૫ દિવસ રોકાણ કરે છે. તેને૯૧ થી ૫ માં દિવસ દરમ્યાન કય દરે દૈનિક ભથ્થુ ચૂકવવું જોઈએ?

(અ) ૫૦ ટકા. (બ) ૧૦૦ ટકા. (ક) ૭૫ ટકા. (ડ) ૮૦ ટકા

👉 જવાબ :- (અ) ૫૦ ટકા

પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 11 થી 20

પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 11 થી 20

11. જો એક રાત્રિમાં રેલ્વે દ્વારા મુસાફરી થઈ શકે તેમ ન હોય અને અંતર ૫૦૦ કિ.મી.થી વધુ હોય તો સ્વેચ્છાએ હવાઈ માર્ગે મુસાફરી કોણ કરી શકે.

(અ) ગ્રેડ પે રૂ. ૪૬૦૦ હેય તે. (બ) ગ્રેડ પે રૂ. ૫૪૦૦ હોય તે

(ક) ગ્રેડ પે રૂ. ૬૬૦૦ હોય તે. (ડ) ઉપરના બ અને ડ બન્ને

👉 જવાબ :- (ક) ગ્રેડ પે રૂ. ૬૬૦૦ હોય તે

12. મુખ્ય મથક બહારના સ્થળે સતત રોકાણ માટે કર્મચારીને કેટલા દિવસ સુધી પુરેપુરું દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે?

(અ) પ્રથમ ૯૦ દિવસ સુધી. (બ) પ્રથમ ૧૮૦ દિવસ સુધી

(ક) પ્રથમ ૨૪૦ દિવસ સુધી. (ડ) પ્રથમ ૩૬૦ દિવસ સુધી

👉 જવાબ :- (અ) પ્રથમ ૯૦ દિવસ સુધી.

13. હકદાર ન હોય તેવા કર્મચારીઓની હવાઈ માર્ગે મુસાફરી કરે તો કેટલું ભાડું મળે?

(અ) તેઓ હકદાર હોય તે વર્ગનું બસ ભાડાની મર્યાદામાં મળે

(બ) ખરેખર ચૂકવેલ હવાઈ ભાડુ મળે

(ક) તેઓ હકદાર હોય તે વર્ગનું રેલ્વે ભાડાની મર્યાદામાં મળે

(ડ) બિલકુલ ન મળે

👉 જવાબ :- (ક) તેઓ હકદાર હોય તે વર્ગનું રેલ્વે ભાડાની મર્યાદામાં મળે

14. પતિ-પત્ની બંને નોકરી કરે તેવા કિસ્સામાં છ માસમાં બદલી થાય ત્યારે……………

(અ) બે પૈકી એકને બદલી ભથ્થુ મળવાપાત્ર થશે

(બ) બંને પૈકી કોઈને ખુલી ભથ્થુ નહીં મળે

(ક) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં

(ડ) બંનેને બદલી ભથ્થુ મળવાપાત્ર થશે

👉 જવાબ :- (અ) બે પૈકી એકને બદલી ભથ્થુ મળવાપાત્ર થશે

15. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કયારે ન મળે ?

(અ) ફરજના સ્થળ ઉપરના કેમ્પસમાં રહેતા હોય

(બ) ફરજના સ્થળેથી એક કી.મી.ના અંતરમાં રહેતા

(ક) સરકારી વાહનની સુવિધા આપવામાં આવી હોય

(ડ) ઉપરના બધા કિસ્સામાં

👉 જવાબ :- (ડ) ઉપરના બધા કિસ્સામાં

16. કોઈ કર્મચારીની બદલીના બે મુખ્ય મથકો વચ્ચેનું અંતર ૨૦ કિ.મી. કરતાં વધુ હોય તો સંયોજિત બદલી ભથ્થું કેટલું મળે ?

(અ) ચોથા ભાગનો પગાર. (બ) અર્ધો પગાર.

(ક) આખો પગાર. (ડ) બે પગાર

👉 જવાબ :- (બ) અર્ધો પગાર

17. કર્મચારી રજા, તાલીમ કે પ્રવાસ વગેરે અંગે જાહેર રજાઓ આગળ પાછળ જોડીને કુલ કેટલા દિવસ કરતાં વધુ દિવસ ફરજ પરથી ગેરહાજર હોય ત્યારે પરિવહન ભથ્થું મળવાપાત્ર નથી? .

(અ) ત્રીસ દિવસ. (બ) પીસ્તાલીસ દિવસ.

(ક) સાઈઠ દિવસ. (ડ) નેવું દિવસ

👉 જવાબ :- (અ) ત્રીસ દિવસ

18. રહેમિયત પેન્શન પર નિવૃત્ત થનાર કર્મચારી-૨૦ કિ.મી. થી ઓછા અંતરે આવેલા પોતાના વતનમાં જાય છે તો તેને કથા દરે સંયોજિત બદલી ભથ્થુ મળે?

(અ) ચોથા ભાગનો પગાર. (બ) અર્ધા પગાર.

(ક) આખો પગાર. (ડ) બે પગાર

👉 જવાબ :- (બ) અર્ધા પગાર

19. એક કર્મચારીને તારીખ ૧૫/૦૪/૦૨૧૪ થી ૧૮/૦૫/૨૦૧૪ સુધી પ્રાપ્ત રજા પર હતા કેટલા દિવસનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કાપવાનું થાય ?

(અ) ૩૩ દિવસ. (બ) ૩૪ દિવસ (ક) ૧૮ દિવસ. (ડ) એક પણ દિવસ નહિ

👉 જવાબ :- (બ) ૩૪ દિવસ

20. નિવૃત્તિ સમયે મુસાફરી ભથ્થાની આકાણી….

(અ) છ માસ બાદ કરી શકાય.

(બ) એક વર્ષ બાદ કરી શકાય.

(ક) છ માસની અંદર કરી શકાય.

(ડ) ગમે ત્યારે કરી શકાય.

👉 જવાબ :- (ક) છ માસની અંદર કરી શકાય.

પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 21 થી 26

21. એ.સી. પ્રથમ વર્ગમાં રેલ્વે દ્વરા કોણ મુસાફરી કરી શકે?

(અ) ગ્રેડ પે રૂ. ૪૪૦૦ હોય. (બ) ગ્રેડ પે રૂ. ૪૬૦૦ હોય તે

(ક) ગ્રેડ પે રૂ. ૫૪૦૦ હોય તે. (ડ) ગ્રેડ પે રૂ. ૭૬૦૦ હોય તે

👉 જવાબ :- (ડ) ગ્રેડ પે રૂ. ૭૬૦૦ હોય તે

22. જ્યારે સરકારી કર્મચારી / અધિકારીના મુખ્ય મથકેની ગેરહાજરી છ કલાકથી વધુ થતી ન હોય ત્યારે કયા દરે દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે ?

(અ) ૧૦૦ ટકાના દરે. (બ) ૭૫ ટકાના દરે

(ક) ૫૦ ટકાના દરે. (ડ) ૩૦ ટકાના દરે

👉 જવાબ :- (ડ) ૩૦ ટકાના દરે

23. ફરજના સ્થળેથી કેટલા કી.મી.ના અંતરમાં રહેતા કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવાપાત્ર નથી.?

અ) એક કિ.મી. (બે) બે કિમી

(ક) ત્રણ કિ.મી. (ડ) પાંચ કિ.મી.

👉 જવાબ :-અ) એક કિ.મી

24. તમે ખાતાકીય પરીક્ષા આપવા માટે તા. ૯-૨-૨૦૧૮ ના રોજ ૧૩.૩૦ કલાકે તમારા મુખ્ય મથકથી નીકળ્યા છો. ખાતાકીય પરીક્ષા આપીને તમે તા. ૧૧-૨-૨૦૧૮ ના રોજ રાત્રીના ૧૧.૩૦ (અર્થાત ૨૩.૩૦) કલાકે તમારા મુખ્ય મથકે પહોંચો છો. જો તમને દૈનિક ભથ્થુ આપવાનું થતું હોય તો નીચે પૈકી કયા વિકલ્પ અનુસારનું દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે?

(અ) તા. ૯ ફેબ્રુઆરીનું ૩૦ ટકા, તા. ૧૦ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા અને તા. ૧૧ ફેબ્રુઆરીનું ૫૦ ટકા

(બ) તા. ૯ ફેબ્રુઆરીનું ૫૦ ટકા, તા. ૧૦ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા અને તા. ૧૧ ફેબ્રુઆરીનું ૧૦૦ 281

(ક) તા. ૯ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા, તા. ૧૦ ફેબ્રુઆરીનું ૩૦ ટકા અને તા. ૧૧ ફેબ્રુઆરીનું ૫૦ 281

(ડ) તા. ૯ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા, તા. ૧૦ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા અને તા. ૧૧ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા

👉 જવાબ :- (બ) તા. ૯ ફેબ્રુઆરીનું ૫૦ ટકા, તા. ૧૦ ફેબ્રુઆરીનું ૧૦૦ ટકા અને તા. ૧૧ ફેબ્રુઆરીનું ૧૦૦ 281

25. ફરજ પરથી કેટલા સમય સુધી રજા, તાલીમ વગેરે કારણે ગેરહાજરી હોય તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (પરિવહન ભથ્થું) મળવાપાત્ર નથી ?

(અ) ૩૦ દિવસથી વધુ. (બ) ૨૦ દિવસથી વધુ

(ક) ૧૮૦ દિવસથી વધુ. (ડ) ૯૦ દિવસથી વધુ

👉 જવાબ :- (અ) ૩૦ દિવસથી વધુ

26. મુખ્ય મથકની ગેરહાજરી છ કલાકથી ઓથી ઓછી હોય તો દૈનિક ભથ્થુ કેટલું મળે ?

(અ) ૩૦ ટકા. (બ) ૪૦ ટકા. (ક) ૫૦ ટકા. (ડ) ૬૦ ટકા

👉 જવાબ :- (અ) ૩૦ ટકા

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક.

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment