madhyan bhojan bharti 2023
madhyan bhojan bharti 2023 | Recruitment Advertisement Mid Day Meal Scheme 2023 | મધ્યાહન ભોજન ભરતી 2023 | ભરતી જાહેરાત મધ્યાહન ભોજન યોજના 2023 |
madhyan bhojan bharti 2023
- madhyan bhojan bharti 2023 મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી પાટણપાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યાભરવાની જાહેરાતપાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્યલાયકાત અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ
- 1. જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર
- 2. તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર
જગ્યાની સંખ્યા
- 1. જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :- 01
- 2. તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :- 07
શૈક્ષણિક લાયકાત :-
💠જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :-
- (૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦ % ગુણાંકન સાથેની રૂાતકની પદવી.
- (૨) સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકારાણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
- (૩) માન્ય યુનીવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડીગ્રીવાળાને અગ્રીમતા આપવામાં આવશે.
💠તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :-
- (૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ અથવા ફુડ એન્ડ ન્યુટ્રીશન અથવા સાયન્સની ડિગ્રી.
- (૨) ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
અનુભવ –
💠 જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :-
- (૧) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ ફરજિયાત.
- (2) ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
- (૩) આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
- (૪) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
💠 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :-
- (૧) ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
- (૨) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
વયમર્યાદા :-
- 💠 જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :- અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- 💠 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :- અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ફરજ / બજાવવાની કામગીરી :-
💠 જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :-
- (૧) મધ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટેના રીપોર્ટ તૈયાર કરવા.
- (૨) તાલુકા કક્ષાએથી માહિતી મેળવવી, તેનું એકત્રીકરણ કરવું અને રાજય કક્ષાએ રજુ કરવું.
- (૩) કવાર્ટલી પ્રોગ્રેસ રીપોર્ટ તૈયાર કરવા અને રાજય કક્ષાએ રજુ કરવા.
- (૪) માસિક પત્રકો (લાભાર્થી, ખર્ચ,દૂધ, સુખડી, મહેકમના લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી વિગેરે) તૈયાર કરવી.
- (૫) મધ્યાહન ભોજન યોજના અંગે સોંપવામાં આવે તે તમામ કામગીરી.
- (૬) નાયબ કલેકટર, મ.ભો.યો. ધ્વારા સોંપવામાં આવે તે મ.ભો.યો.ની તમામ કામગીરી.
💠 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :-
- (૧) નાયબ મામલતદાર / કેળવણી નિરીક્ષક (મ.ભો.યો.) ની તમામ કામગીરી બજાવવાની રહેશે.
- (૨) મધ્યાહન ભોજન યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના દરવાલીઓને વિના મુલ્યે અનાજ યોજનાનું સુચારૂ સંચાલન/ નિયંત્રણ કરવું.
- (૩) મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી કરવી.
- (૪) મ.ભો.યો.ના રીપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજુ કરવા.
- (૫) માસિક પત્રકો (લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી, મહેકમના લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી વિગેરે) તૈયાર કરવી.
- (૬) મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી.
- (૭) નાયબ કલેકટર,મ.ભો.યો. અને મામલતદાર ધ્વારા સોંપવામાં આવે તે મ.ભો.યો.ની તમામ કામગીરી.
માસિક મહેનતાણું
- 1.જિલ્લા પ્રોજક્ટ કો – ઓર્ડિનેટર :- જાહેરત માં દશાવ્યા મુજબ સરકાર શ્રી નિયમાનુસાર રૂ.૧૦,૦૦૦/- માસીક ફીક્સ પગાર મળવા પત્ર છે.
- 2.તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઈઝર :– જાહેરત માં દશાવ્યા મુજબ સરકાર શ્રી નિયમાનુસાર રૂ.૧૫,૦૦૦/- માસીક ફીક્સ પગાર મળવા પત્ર છે.
અરજીફોર્મ
- નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી મ.ભો.યો પાટણની કચેરીમાં તથા patan.nic.In પરથી મેળવી શકાશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- તા.૬/ ૮/૨૦૨૩ ના રોજ ૧૮:૧૦ કલાક સુધી મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી
- રસ ધરાવનાર ઉમેદવારોએ madhyan bhojan bharti 2023 ની નિયત નમુનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મ.ભો.યો,જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ મું.તા.જિ.પાટણને તા.૬/ ૮/૨૦૨૩ ના રોજ ૧૮:૧૦ કલાક સુધી મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
- નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
- અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંક નો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા વાંચી લેવી.
પસંદગી પ્રક્રીયા
- આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી મ.ભો.યોની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી મ.ભો.યો દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
Notification PDF માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 :- madhyan bhojan bharti 2023i 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- madhyan bhojan bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ લઇ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
પ્રશ્ન 2 :- madhyan bhojan bharti 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- madhyan bhojan bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને madhyan bhojan bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 06-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.