Gujarat Panchayat Service Selection Board 2023 Gandhinagar
Gujarat Panchayat Service Selection Board 2023, Gandhinagar Advertisement No:- 10/2021-22 Important Notice for Gram Panchayat Secretary (Talati cum Minister) Candidates | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક:- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ઉમેદવારો માટેની અગત્યની સુચના
તલાટી મંત્રી ફાઇનલ મેરીટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
GPSSB તલાટી કોલ લેટર 2023: ગુજરાતપંચાયત પાસંદગી મંડળ, ગાંધીનગર એ તલાટી મંત્રી પોસ્ટ માટે કોલ લેટર પ્રકાશિત કર્યો છે અને આ પરીક્ષા 07-05-2023 ના રોજ યોજવામાં આવી છે. વધુ માહિતી નીચે આપેલ છે.
તલાટી મંત્રી હાયલાઇટ
જગ્યાનું નામ :- તલાટી કમ મંત્રી
જાહેરાત નંબર : GPSSB/ 202122/10
સત્તાવાર વેબસાઇટ: ojas.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 27-04-05-07-2023 (12:30) ના રોજ 2023 (13:00).
પરીક્ષા તારીખ : 07-05-2023 (12:30 PM to 01:30પીએમ)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે હેલ્પલાઇન અંગેની જાહેરાત
જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તા ૧૬-૦૬-૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. સદર પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી સંભવિત તા ૨૦-૦૬-૨૦૨૩ થી શરુ થનાર છે, જે માટેની વિસ્તૃત સુચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જે ઉમેદવારોને પોતાના ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવામાં કોઇ મુશ્કેલી જણાય અથવા તે બાબતે આનુષાંગિક પુછપરછ માટે મંડળ કચેરીના હેલ્પલાઇન નં. 8758804212 અને 8758804217 ઉપર કચેરી કામકાજના સમય દરમ્યાન પુછપરછ કરી શકાશે તેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે. તા.૧૭-૦૬-૨૦૨૩
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની સૂચનાઓ
જા.ક. ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૭/૦૫/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૧૬-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ કુલ ૪૬૩૫ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓનલાઇન ચકાસણી કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, ઉપરોક્ત પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જે અંગે નીચે મુજબની વિગતવાર સૂચનાઓ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે:-
જાહેરાત ક્રમાંક | જાહેરાત ક્રમાંકઃ૧૦/૨૦૨૧-૨૨ |
જાહેરાતનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) |
દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લીંક | https:// lass.gujarat.gov.in/ |
દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ અને સમય | તા ૨૦-૦૬-૨૦૨૩ સમય: ૧૫:૦૦ કલાકે |
દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ | તા ૦૧-૦૭-૨૦૨૩ સમય: ૨૩:૫૯ કલાકે |
આજે લેવાયેલ તલાટી પેપર ડાઉનલોડ કરો
આજે લેવાયેલ તલાટી મંત્રી પરીક્ષા પેપર સોલ્યુશન ડાઉનલોડ કરો
ડોક્યુમેન્ટ વેરીફીકેશન નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
તલાટી મંત્રી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
તલાટી મંત્રી પ્રોવિઝન મેરીટ લીસ્ટ | અહીં ક્લિક કરો |
આજે લેવાયેલ તલાટી પેપર ડાઉનલોડ કરો | અહિં ક્લિક કરો |
આજે લેવાયેલ તલાટી મંત્રી પેપર સોલ્યુશન | અહિં ક્લિક કરો |
OMR sheet ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |
Gujarat Panchayat Service Selection Board, Gandhinagar
- Gujarat Panchayat Service Selection Board2023 જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ-૧૭,૧૦,૩૬૮ ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭.૦૫.૨૦૧૩ ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે.
- ર અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૯/૪/૨૦૨૩ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનુંપ્રમાણ ઘણું મોટું રહેલ છે.
- 3/ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે, જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.
- આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વઘારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.
- અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.
- 5. આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંકઃ-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટJhttps://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૧૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ ક્લાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
- ૭- જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં, જેની ઉમેદવારોને ખાસ નોંધ લેવી.
- જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંક- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઇન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭.૦૫,૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ
- 10/- એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે જાહેરાત ક્રમાંકઃ- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.
- ૧૧- જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર ધ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
- ૧૨- જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨ર ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી ”પરીક્ષા આપવા માટેની સંમતિ” અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો” ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩,૦૪,ર૦ર૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી ભરી શકાશે. સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક રહેશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
- ૧૩/- જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭.૦૫,૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમતિ ફોર્મ મંડળ ધ્વારા સ્વીકારવામાં આવશે નહિ.
Gujarat Panchayat Service Selection Board 2023 પરીક્ષા આપવા માટેની સંમતિ
Gujarat Panchayat Service Selection Board 2023 પરીક્ષા આપવા માટેની સંમતિ સ્ટેપ
- સ્ટેપ 1 : પ્રથમ ojas gujarat ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- સ્ટેપ 2 : જ્યારે વેબસાઇટ ખુલે ત્યારે નોટિસ બોર્ડ વ્યુ ઓલ બેટન પર ક્લિક કરો•
- સ્ટેપ 3 : then click On RA ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો
- સ્ટેપ 4 : પછી પરીક્ષા પસંદ કર્યા પછી અને પુષ્ટિ નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- સ્ટેપ 5 : OK પર ક્લિક કરો
- સ્ટેપ 6 : પછી નવી વિન્ડો ખોલો વિગતો વાંચો અને બોક્સ પર ચેક કરો
- સ્ટેપ 7 : હું સંમત છું અને સબમિટ કરો પર ક્લિક કરો
- સ્ટેપ 8 : તમારી પુષ્ટિ સફળતાપૂર્વક થઈ ગઈ
Gujarat Panchayat Service Selection Board 2023 ની મહત્વ ની લિંક
Gujarat Panchayat Service Selection Board 2023 કન્ફર્મેશન ફોર્મ Online અરજી | અહિં ક્લિક કરો |
Gujarat Panchayat Service Selection Board2023 Notification PDF માટે | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Gujarat Panchayat Service Selection Board ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 06-05-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.