Gujarat State Road Transport bharti 2023 | GSRTC Recruitment 2023 | Last Date :- 08/09/2023 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023

Gujarat State Road Transport bharti 2023

Gujarat State Road Transport bharti 2023 | GSRTC Recruitment 2023 |ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામાં આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહિ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.
  • ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • અરજી કરવાની વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો ાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં.
  • નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સુચનાઓ નિગમની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવશે જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને ઉમેદવારના હિતમાં છે.

કક્ષાનું નામ –

  • Gujarat State Road Transport bharti 2023 :- ડ્રાયવર

ફીકસ પગાર –

  • Gujarat State Road Transport bharti 2023 પાંચ વર્ષ માટે રૂ.૧૮૫૦૦ /-

કુલ જગ્યાઓ

  • Gujarat State Road Transport bharti 2023 માં કુલ જગ્યા ૪૦૬૨

ઓનલાઈન અરજી

  • Gujarat State Road Transport bharti 2023 ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) અરજી પત્રકની ફી સ્વિકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)
  • * Gujarat State Road Transport bharti 2023 શરતી (૧) : સદર ૬૭૮ ડ્રાયવરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજુરીની અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી ધ્વારા પસંદગીયાદી બનાવતા સુધીમાં મંજુરી આપવામાં આવશે તો ૬૭૮ ડ્રાયવરોની ભરતી કરવામાં આવશે. જો મંજુરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી ૬૭૮ બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. જેની નોંધ લેશો.

ભરતીની પ્રક્રીયા

પગાર ધોરણ

  • Gujarat State Road Transport bharti 2023 માં પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાયવર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી ડ્રાયવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.

વય મર્યાદા

  • Gujarat State Road Transport bharti 2023 ૨ માં ૫ થી ૩૪ વર્ષ (જન્મ તારીખ:- ૦૬/૦૯/૧૯૮૯ થી ૦૬/૦૯/૧૯૯૮)
  • ઉપર જણાવેલ વયમર્યાદામાં અનામત કક્ષાનાં ઉમેદવારોને નિયમોનુસાર છુટછાટ મળવાપાત્ર રહેશે.
  • તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા (ઉંમર) માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે.
  • 2) આ જાહેરાતમાં દર્શાવેલ ઉંમર કરતાં વધારે ઉંમરવાળા ઉમેદવારે ફોર્મ ભર્યું હશે અને ટેકનીકલ કારણોસર તે ફોર્મ ભરાઈ ગયું હશે તો તે ફોર્મ આપોઆપ રદ ગણાશે અને આ બાબતે ઉમેદવારને કોઈ જાણ કરવામાં આવશે નહિ.
  • 3) સામાન્ય મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • 4) તમામ અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • 5) તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • 6) માજી સૈનિક ઉમેદવારોને આ જાહેરાતમાં દર્શાવેલ માજી સૈનિકની સૂચનાઓ મુજબ ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે.
  • 7) તમામ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં ૪૫ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.

શૈક્ષણિક લાયકાત:-

  • Gujarat State Road Transport bharti 2023 માં 1. ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઈવીંગ લાઈસન્સ, બેઝ, અનુભવ સર્ટીફીકેટ વગેરેના પ્રમાણપત્ર / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહી અને અરજીપત્રક રદ કરવામાં આવશે,
  • 2. સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • ૩. ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા. અને ઉચ્ચ.મા.શિ.બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે.
  • 4. ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૦*૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
  • 5. ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨/ ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં ફુલ ગુણ ઉપરથીટકા કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.
  • 6 ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ઓછા ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો વધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં.
  • 7. ઉમેદવારે ધો.૧૨ પાસની માર્કશીટમાં કુલ ગુણ મુજબના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં વધુ ટકા દર્શાવ્યા હશે તો તે ટકામાં સુધારો કરવાની અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજુઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહી અને ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થતો હશે તો પણ અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • 8. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં ધો.૧૨ ની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણમાંથી ટકાવારી કાઢી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી- (દા.ત. ૫૦.૨૫%) ટકાવારી દર્શાવવાની રહેશે. જો કુલ ગુણમાંથી ગણતરી કરેલ ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • 9, ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં જે લાયકાત દર્શાવવા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય તેવા જ કિસ્સામાં સંસ્થા / બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી- (દા.ત. ૫૦.૫%) ટકાવારી દર્શાવવાની રહેશે. આ માટે જે તે સંસ્થા / બોર્ડની પોઈન્ટ સીસ્ટમની ગણતરીની ફોર્મ્યુલાનાં આધારભુત પુરાવા ઉમેદવારે જાતે જ રજુ કરવાનાં રહેશે. જો નિયત કરાયેલ પોઈન્ટ સીસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે આવતી ટકાવારી કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ટકાવારી વધુ દર્શાવેલ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • 10, ધોરણ-૧૨ પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક્કદાવો સ્વીકારવામાં આવશે નહીં.
  • 11, ઉમેદવારે ધોરણ-૧૨ પાસના કિસ્સામાં સંસ્થા / બોર્ડ ધ્વારા તેમની માન્ય વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ હોય અને તેને આધારે ઉપરોક્ત સુચના નં.૦૧ થી ૧૦ (જે લાગુ પડતું હોય તે) ની બાબતો ધ્યાને લઈ અરજી પત્રકમાં ટકાવારીની ક્યુમિલીટીવ વિગતો ભરેલ હશે તો આવા ઉમેદવારે વેબસાઇટ ઉપરના પોતાના પરિણામની પ્રિન્ટ આઉટ મેળવીને પ્રમાણિત કરાવી નકલ અથવા જે તે સંસ્થા / બોર્ડ દ્વારા વેબસાઈટ ઉપર જે તારીખે પરિણામ પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું લખાણ / પ્રમાણપત્ર રુબરુ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે. આવી શૈક્ષણિક લાયકાતનું પરિણામ વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ થયા પહેલા અરજીપત્રક ભરેલ હોય અને માહિતી સાચી હોય તો પણ તે ગ્રાહય રાખવામાં નહી આવે અને આવા અરજીપત્રક રદ ગણવામાં આવશે.
  • 12. ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૫/૨૦૧૨ ના ઠરાવ મુજબ જે ઉમેદવારોએ ધો.૧૦ પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) નો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્ષ કરેલ હોય અને તે માટેની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (એન.સી.વી.ટી.) અથવા ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (જી.સી.વી.ટી.) ની પરીક્ષા પાસ કરેલ હોય અને તેઓએ જો પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧રની અથવા ગુજરાત ઓપન સ્કુલ એકઝામીનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધો.૧રની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે. શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • 13. જે ઉમેદવારોએ ધો.૧૦ પછી પોલીટેકનીકમાં 3 વર્ષનો ડીપ્લોમા કોર્ષ કરેલ હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધો.૧૨ની લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે. શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • 14. ધોરણ-૧૨ માટે ઉપરોક્ત દર્શાવેલ અ.ન.(૧૨) અને (૧૩) સિવાયની અન્ય કોઇપણ સમકક્ષ શૈક્ષણિક લાયકાતધ્યાને લેવામાં આવશે નહીં.
  • 15. ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ નામ, એસ.એસ.સી.ઈ.નું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાના પ્રમાણપત્ર, લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજી પુરાવા મુજબના પોતાના નામ અને અટકમાં જો સ્પેલીંગ મિસ્ટેક હશે તો એફીડેવીટ રજુ કરવાનું રહેશે અને જો નામ કે અટકમાં ફેરફાર કરેલ હોય તો તે સુધારા અંગે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાની સરકારી ગેઝેટની નકલ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાની રહેશે અન્યથા અરજી પત્રક રદ કરવામાં આવશે.
  • 16. ધોરણ ૧૨ ની પરીક્ષા જો ખાનગી ઉમેદવાર તરીકે પાસ કરેલ હોય તો જે સ્કૂલમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તે સ્કૂલનું ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા પાસ કરેલ છે તેવુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • 17. ધોરણ ૧૨ ની પરીક્ષા એક કરતા વધુ પ્રયત્નથી પાસ કરેલ હશે તો ટ્રાયલ સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.
  • 18. ઉમેદવાર નિગમના નીતિનિયમ મુજબ ગુજરાત સરકારશ્રીના સા.વ.વિ.ના ઠરાવ નંબર સી.આર.આર. ૧૦- ૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫ તા.૧૩/૦૮/૨૦૦૮ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગે તાલીમી સંસ્થાનુ પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનીવર્સીટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમા / ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. ઉમેદવારે સદર ઠરાવ મુજબના આવા પ્રમાણપત્રો / માર્કશીટ (અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાના) પસંદગી પૂર્વે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજુ કરવાના રહેશે જો રજુ નહી કરે તો તેઓનું અરજીપત્રક રદ કરવામાં આવશે.
  • 19. ઉમેદવાર દ્વારા અભ્યાસ અંગેના આંતરરાજ્ય (આઉટ સ્ટેટ) ની માર્કશીટ / પ્રમાણપત્ર / દસ્તાવેજ રજુ કર્યેથી તેની સતોષકારક ખરાઈ થયા બાદ જ નિમણુંક અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ખોટી માર્કશીટ / પ્રમાણપત્ર / દસ્તાવેજ ધરાવતા ઉમેદવારોનું અરજીપત્રક રદ કરવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિગમ પાસે અબાધિત હકક રહેશે.

અરજી અને પરીક્ષા ફી

  • Gujarat State Road Transport bharti 2023 માં અરજી કર માટે 1. ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂ.૫૦+રૂ.૯ (GST ૧૮%)-કુલ રૂ.૫૯/- https://oias, gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારોના ૧:૧૫ ના રેશિયો મુજબ ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
  • 2. ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ભરવાનાં રહેશે.
  • ૩. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવીંગ ટેસ્ટ ફી પેટેરૂ.૨૨૫/- ભરવાનાં રહેશે.
  • 4. અનુ.જાતિ, અનુ.જનજાતિ. આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OM.R) લેખિત પરીક્ષા ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.
  • 5. અનુ.જાતિ, અનુ.જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈપ.વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી નીચેની સુચના મુજબ ફી ભરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
  • સૂચના :પોસ્ટ ઓફીસમાં :”ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ અસલ કોલલેટરના આધારે બીજી કોપી કરાવી નિયત કરેલ .૨૫૦/- પરીક્ષા ફી + પોસ્ટલ ચાર્જ લેખિત પરીક્ષાની તારીખના આગળના દિવસ સુધી (પોસ્ટ ઓફીસના કામકાજના સમય સુધી) કોમ્પ્યુટરાઈઝડ સુવિધા ધરાવતી કોઈ પણ પોસ્ટ ઓફીસ ખાતે જમા કરાવી સિક્કા / સ્ટીકર સાથેની રસીદ અસલ કોલલેટર સાથે 13બીડવાની રહેશે અને પરીક્ષા સમયે અસલ કોલલેટર સાથે અચુક લાવવાની રહેશે તેમજ કોલલેટરની બીજી નકલ પોસ્ટ ઓફીસના રેકર્ડ માટે પોસ્ટ ઓફીસમાં આપવાની રહેશે, અન્ય બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં, ભરાયેલ ફી અંગેની રસીદ પરીક્ષા સ્થળે કોલલેટર સાથે અચુક લાવવાની રહેશે.”
  • 6.બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ ભરવાની થતી ઓ.એમ.આર. લેખિત પરીક્ષા અંગેનો કોલલેટરમળ્યેથી ઉપર દર્શાવ્યા મુજબ તેની ફી ભરપાઈ કરવાની રહેશે.
  • 7 ડ્રાઈવીંગ ટેસ્ટ અંગેનો કોલલેટર મળ્યેથી ઉમેદવારને ડ્રાઈવીંગ ટેસ્ટ માટે જે તારીખે બોલાવવામાં આવેલ હોય તે જ તારીખે બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવીંગ ટેસ્ટ સેન્ટર ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ ફી પેટે રૂા.૨૨૫/- ભરવાના રહેશે. અનુ,જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને ડ્રાઈવીંગ ટેસ્ટ ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે.

અરજી કરવાની રીત

  • Gujarat State Road Transport bharti 2023 આ જાહેરાતના સંદર્ભમાં નિગમ ધ્વારા ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. તમાં આ જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in પર અરજીપત્રક ભરી શકશો, તમોએ
  • (૧) સૌ પ્રથમ https://ojas.gujarat. gov.in પર જવુ હવે
  • (ર) “Apply Online Click કરવું.
  • (૩) ડ્રાયવર કક્ષા પર click કરવાથી તે જગ્યાની વિગતો / અન્ય માહિતી મળશે.
  • (૪) તેની નીચે Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે જેમાં સૌ પ્રથમ Personal Details તમોએ ભરવી. (અહિં લાલ ફુદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.)
  • (૫) Personal Details16ભરાયા બાદ Minimum Educational Details ભરવા માટે Educational Qualification પર Click કરવું,
  • (૬) અનુભવની વિગતમાં એચ.જી.વી – એચ.પી.વી ઇસ્યુ થયા તારીખથી જ અનુભવ દર્શાવવાનો રહેશે તે પહેલાનો દર્શાવેલ અનુભવ ગણતરીમાં લેવામાં આવશે નહિ. (બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ)
  • (૭) કોમ્પ્યુટરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer knowledge ઉપર Click કરીને તેની વિગતો ભરવી.
  • (૮) તેની નીચે Self declaration પર Click કરો ત્યાર બાદ
  • (૯) ઉપરની શરતો સ્વીકારવા માટે “Yes” પર Click કરવું, હવે અરજી પુર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
  • (૧૦) હવે Save પર Click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે.
  • (૧૧) અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે, જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
  • (૧૨) હવે Upload Photograph પર Click કરો. અહીં તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો ત્યાર બાદ OK પર Click કરો. અહિં Photo અને Signature Upload કરવાના છે. (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમાો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.) “Browse” button પર click કરો હવે Choose file ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને select કરો અને “open” button ને click કરો. હવે તમારો photo દેખાશે. હવે આ જ રીતે signature પણ upload કરવાની રહેશે.
  • (૧૩) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને Application number તથા birth date ટાઇપ કર્યા બાદ ok પર કિલક કરવાથી ર બટન (૧) Show application preview અને (૨) Confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઇ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવુ જો અરજી સુધારવાની જરુર ન જણાય તો confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. અરજી Confirm કરવી ફરજીયાત છે.) અહિં “confirmation number” generate થશે જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરુરી હોઇ તમારે સાચવવાનો રહેશે.
  • (૧૪) હવે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ “Online Paymen of Fees” પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યાં બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખી અરજીપત્રક ફી રૂ.૫૦+૩.૯ (GST ૧૮૪)=કુલ રૂ.૫૯/- “Online Payment Gateway” મારફત ભરવાના રહેશે.
  • (૧૫) હવે print application પર click કરવું, તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખવાથી print બટન મળશે print બટન પર click કરી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.

ભરતી માટે અરજી કરવા માટે

Gujarat State Road Transport bharti 2023
નોકરીની જાહેરાત માટે
અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ લિંક :

FAQ – Gujarat State Road Transport bharti 2023 વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 :- Gujarat State Road Transport bharti 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Gujarat State Road Transport bharti 2023 માં

પ્રશ્ન 2 :- Gujarat State Road Transport bharti 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- Gujarat State Road Transport bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

Leave a Comment