ગુજરાતી વ્યાકરણ
શબ્દસૂચિ
- વ્યાકરણ (Grammar) –ભાષાના શુધ્ધ પ્રયોગો, નિયમો વગેરેનું શાસ્ત્ર
- નામ (Noun) – વસ્તુની સંજ્ઞારૂપ શબ્દ.
- સર્વનામ (Pronoun)- નામને બદલે આવતો શબ્દ.
- અવ્યય (Indeclinable words)જેને જાત, વચન કે વિભક્તિના પ્રત્યય ન લાગે તેવો શબ્દ.
- વિશેષણ (Adjectives) – નામનો ગુણ કે સંખ્યા બતાવનાર શબ્દ.
- ક્રિયાપદ (Verb) – ક્રિયા બતાવનારું પદ.
- મૂળ રૂપ / ધાતુ (Root of verb) – ક્રિયાપદનું મૂળરૂપ.
- સહાયકારક/કારી ક્રિયાપદ (Auxiliary verb) – સહાયમાં વપરાતું / ગૌણ ક્રિયાપદ.
- ક્રિયાવિશેષણ (Adverb)–ક્રિયાપદના વિશેષણ તરીકે વપરાતો શબ્દ.
- વચન (Singular / Plural) – સંખ્યા.
- પુરુષવાચક (First,second or third person) – પહેલો, બીજો અને ત્રીજો પુરુષ – બોલનાર, સાંભળનાર કે તે સિવાયની વ્યક્તિ બતાવનાર,
- પ્રત્યય (Suffix) – શબ્દને અંતે લગાડવામાં આવે છે તે રૂપો કે સાધિત શબ્દો.
- વિભક્તિ (Case) – નામનો ક્રિયા સાથે સંબંધ દેખાડનાર શબ્દને અંતે લગાડાતો પ્રત્યય દા,.ત.ચાલીશ, લખીશું, વાંચશે
નામ / વસ્તુની સંજ્ઞારૂપ શબ્દ (Noun)
- ૧. જાતિવાચક નામ (Common Noun)– સમસ્ત જાતિને લાગુ પડતા નામને જાતિવાચક નામ કહેવાય. દા.ત. માણસ, છોકરી, કબાટ, ચોપડી વગેરે.
- ૨. વ્યક્તિવાચક નામ (Proper Noun)- કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરતા શબ્દને વ્યક્તિવાચક નામ કહેવાય. દા.ત. ગંગા,લંડન, લેસ્ટર, થેમ્સ, ભારત, કમળ, મોહન વગેરે.
- ૩. પદાર્થ / દ્રવ્યવાચક (Concrete Noun)-પદાર્થ અથવા દ્રવ્યનું નામ જાવતા પદને પદાર્થવાચક કે દ્રવ્યવાચક નામ કહેવાય. દા.ત. તેલ, ઘી, પેટ્રોલ, કઠોળ, સોનું, ઊન વગેરે.
- ૪. ભાવવાચક નામ (Abstract Noun)– મનથી જ સમજી શકાય એવા તથા ઈન્દ્રિયોના ગુણોને સૂચવતા વિશેષણમાંથી બનાવેલું નામ ભાવવાચક નામ કહેવાય. દા.ત. આનંદ, ડર, ગુસ્સો, સેવા, સુંદરતા વગેરે.
- ૫. સમૂહવાચક નામ (Collective Noun) – સમૂહ કે જથ્થો બતાવતા શબ્દને સમૂહવાચક નામ –કહેવાય.દા.ત. પરિવાર, સૈન્ય, જૂથ, ટોળું, સંઘ, મંડળ વગેરે
સર્વનામ (Pronoun)
- નામને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે.
- દા.ત. માલવ પરીક્ષામાં પ્રથમ આવ્યો. તે ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જવાનો છે.
- આ વાક્યમાં “તે” પદ સર્વનામ છે.
- સર્વનામના પ્રકારો નીચે મુજબ છે.
- ૧. પૂરુષવાચક સર્વનામ (Personal Pronoun)
- ૨. સ્વવાચક સર્વનામ (Reflexive / emphatic Pronoun)
- 3. દર્શકવાચક / નિશ્ચિત સર્વનામ (Definite / Demonstrative Pronoun)
- ૪. અનિશ્ચિત સર્વનામ (Indefinite Pronoun )
- ૫. સાપેક્ષ સર્વનામ (Relative Pronoun).
- ૬. પ્રશ્નાર્થક સર્વનામ(Interrogative Pronoun)
૧. પુરુષવાચક સર્વનામ (Personal Pronoun)
- પહેલો પુરુષ સર્વનામ (First Person Pronoun): બોલનારને પોતાને માટે વપરાતા પદ.
- એકવચન – હું, મને, મેં, મારે, મારાથી, મારો, મારી, મારું, મારા, મારામાં
- બહુવચન – અમે – Exclusive form of “We” / આપણે Inclusive form of “We”. અમને, આપણને, અમારાથી, આપણાથી, અમારો, અમારી, અમારું, અમારા, આપણો, આપણી, આપણું, આપણાં, અમારામાં, આપણામાં
- બીજો પુરુષ સર્વનામ (Second Person Pronoun): સાંભળનાર માટે વપરાતાં પદ.
- તું, તમે
- સન્માનદર્શક (Honorific) “આપ” બીજા પુરુષ એકવચનમાં વપરાય છે.
- દા.ત.આપ, આપને, આપનું, આપનો, આપની, આપના, આપનામાં, આપનાથી
- ત્રીજો પુરુષ સર્વનામ (Third Person Pronoun): બોલનાર અને સાંભળનાર સિવાયની ત્રીજી વ્યક્તિ માટે વપરાતા પદ – તે, તેઓ તેમનું, તેમની, તેમનાં, તેમનાથી, તેમનામાં
ર. સ્વવાચક સર્વનામ (Reflexive/Emphatic Pronoun)
- જે સર્વનામ પુરુષવાચક સર્વનામને ભારપૂર્વક રજૂ કરે તે સ્વવાયક સર્વનામ કહેવાય છે.
- દા.ત. SELF . પોતે / જાતે / ખુદ / સ્વયં / પંડે
એકવચન | બહુવચન |
હું પોતે / હું જાતે / મારા પોતાથી / મારોઅમે પોતે જાતે અમારી જાતેપોતાનો ! મારા પોતાના – (First person) | ‘આપણે પોતે । આપણે જાતે / આપણી જાતે |
તું પોતે / તું જાતે / તારા પોતાથી / તારો પોતાનો – (Second Person) | તમે પોતે / તમે જાતે / તમારી જાતે |
તે પોતે / તે જાતે / તેના પોતાથી / તેના ।પોતાના (Third Person) | તેઓ પોતે । તેઓ જાતે / તેમની જાતે / તેમણે પંડે |
👉 જો તમારે ગુજરાતી વ્યાકરણની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો
3. દર્શકવાચક/નિશ્ચિત સર્વનામ (Definite / Demonstrative Pronoun)
- જે સર્વનામ વ્યક્તિ કે વસ્તુને બતાવે તે દર્શક સર્વનામ કહેવાય છે.
- દા.ત. આ, તે, પેલો, પેલું, પેલી બગેરે.
4. અનિશ્ચિત સર્વનામ (Indefinite Pronoun)
- જે સર્વનામ વ્યક્તિ કે વસ્તુને ન બતાવે તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે.
- દા.ત. કોઈક, કોઈ, અમુક, કેટલાંક, શું, કોણ વગેરે
5. સાપેક્ષ સર્વનામ (Relative Pronoun)
- જે સર્વનામોનાં જોડકાં / યુગ્મો પરસ્પર સંબંધ ધરાવે છે તેને સાપેક્ષ/સંબંધક સર્વનામ કહેવામાં આવે છે.
- દા.ત. જે…..તે, જેવડું…….તેવડું, જેટલું……….તેટલું
6. પ્રશ્નાર્થક સર્વનામ (Interrogative Pronoun)
- આ સર્વનામ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે.
- દા.ત. કોણ, શું, કઈ વગેરે
ક્રિયાપદ (Verb)
- જે શબ્દ અથવા નાનકડો શબ્દસમૂહ જે કોઈ ક્રિયા, સ્થિતિ અથવા અનુભવને દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય. (A word or phrase that describes an action, condition, or experience)
- ક્રિયાપદનું સામાન્ય રૂપ / મૂળ (Infinitives – the basic form of a verb) – દા.ત. નાચ, જમ,વાંચ, રમ, લડ વગેરે.
- જે પદ શબ્દનામની જાતિ (gender)/ વચન (singular /plural), પુરુષ (first/second/third person), જાતિ (gender), વિભક્તિ (case) પ્રમાણે રૂપ બદલે તેને વિકારી ક્રિયાપદ (Variable verb) કહેવામાં આવે છે.
- દા.ત. દોડતી ઘોડી, ખાતો કૂતરો, રમતું છોકરું. / તેણી જમતી હતી. (sing) / મહેમાનો જમે છે. (plu)વગેરે.
- વિભક્તિ(case) અને કાળ(tense) અનુસાર ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે.
અવિકારી ક્રિયાપદ (Invariable verbs):
જે પદ / શબ્દ નામ અથવા સર્વનામની જાતિ (gender)/ વચન (singular /plural) પ્રમાણે રૂપ ન બદલે તેને અવિકારી ક્રિયાપદ કહેવામાં આવે છે. દા.ત. દોડતી ઘોડી, ખાતો કૂતરો, રમતું છોકરું, તેણી જમતી હતી. (sing) મહેમાનો જમે છે. (plu)વગેરે,
સહાયક / ગૌણ ક્રિયાપદ (Auxiliary Verb)
Auxiliary verbs “To be” of: “હોવું” નું મૂળરૂપ
કાળ – Tenses
વર્તમાનકાળ – Present Tense
પુરુષ | એકવચન | બહુવચન |
પહેલો | હું……………. છું. | અમે…….છીએ. |
બીજો | તું…………….છે. તમે….…….છો. (માનવાચક ) | તમે………..છો |
ત્રીજો | તે/તેણી………છે. | તેઓ…………છે. |
ભૂતકાળ – Past Tense
પુરુષ | એકવચન | બહુવચન |
પહેલો | હું……………. હતો. | અમે…….હોઈશું આપણે…….હતા. |
બીજો | તું……………હતો. તમે….…….હતા. (માનવાચક ) | તમે………..હશો. |
ત્રીજો | તે………હતો/હતી/હતું. | તેઓ…………હશે. |
ભવિષ્યકાળ– Future Tense
પુરુષ | એકવચન | બહુવચન |
પહેલો | હું…………….હોઈ. | અમે…….હોઈશું. આપણે……હતા. |
બીજો | તું…………….હોઈશ. તમે….……હશો. (માનવાચક ) | તમે………..હસો |
ત્રીજો | તે/તેણી………હશે. | તેઓ…………હશે. |
નોંધ: અમે (We – Exclusive) આપણે (We – Inclusive)
સાદો કાળ – Simple / Imperfect Tense
ચાલુ કાળ – Continuous / Progressive Tense
પૂર્ણ કાળ – Perfect Tense
વર્તમાનકાળ | ભૂતકાળ | ભવિષ્યકાળ | |
સાદો કાળ | હું. ..વાંચું છું | મેં ગઈ કાલે એક પુસ્તક વાંચ્યું. | હું….વાંચીશ. |
ચાલુ કાળ | હું અત્યારે………વાંચી રહ્યો /રહી છું. | ગઈ કાલે આ સમયે હું એક પુસ્તક વાંચી રહ્યો / રહી હતો. | આ સમયે હું આવતી કાલે……વાંચતો વાંચતી હોઈશ. |
પૂર્ણ કાળ | મેં હમણાં જ ……………વાંચી છે ! વાંચવી પૂરી કરી છે. | મેં ગઈ કાલે એક પુસ્તક વાંચ્યું હતું. | મેં આવતી કાલે આ સમયે ……..વાંચી (નાખી ) હશે. |
👉 જો તમારે ગુજરાતી વ્યાકરણની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો
ક્રિયાવિશેષણ (Adverbs)
ક્રિયાવિશેષણ (Adverbs) એટલે એવો શબ્દ કે શબ્દસમૂહ કે જે ક્રિયાપદના (Verb) કે અર્થમાં વધારો કરે છે.
ક્રિયાવિશેષણના દસ પ્રકાર પડે છે.
- ૧. સમયવાચક – Time : દા.ત. હવે, સદા, નિરંતર, આજ, કાલ, અત્યારે, હમણાં, હમેશાં । હંમેશાં, વારંવાર, આવારનવા, કદી વગેરે
- ર. સ્થળવાચક-Place: દા.ત. અહીં, તહીં, અંદર, બહાર, ઉપર, નીચે, અધવચ, ઉગમણા, આથમણા,ત્યાંથી, ત્યાં, નજીક વગેરે,
- ૩. રીતિવાચક – Manner: દા.ત, જેમતેમ, ગુપચુપ, ફટાફટ, તરતોતરત, જલદી, આમતેમ, ધીમેધીમે, એકદમ, ઝડપથી વગેરે
- ૪. પ્રમાણવાચક / માપવાચક – Quantitative / degree : દા.ત. જરા, જરાક, લગાર, બસ, અતિશય, ખૂબ, બહુ, થોડું, અત્યંત વગેરે
- ૫. નિશ્ચયવાચક-Certainty: દા.ત. ખરેખર, અવશ્ય, નક્કી, જરૂર, અવશ્ય, નિઃશંક, ચોક્કસ વગેરે.
- ૬. સ્વીકારવાચક- Affirmation: દા.ત. ભલે, વારું, હા, ઠીક, સારું વગેરે.
- ૭. નકારવાચક- Negation: દા.ત. નહીં / નહિ, ના, ન, મા, વગેરે
- ૮. કારણવાચક / હેતુવાચક – Reason : દા.ત. કેમ, શા માટે, શા વાસ્તે વગેરે.
- ૯. સંભાવનાવાચક – Probability: દા.ત. રખે, શકે, કદાચ વગેરે
- ૧૦. ક્રમવાચક – Order: દા.ત. પહેલાં, પછી, આગળ, પાછળ, અગાઉ વગેરે.
વિશેષણ (Adjective)
- વિશેષણ (Adjective): જે શબ્દ/પદ નામ કે સર્વનામને વર્ણવે અથવા તેના અર્થમાં વધારો કરે તેનેવિશેષણ કહેવાય.
- વિશેષ્ય (substantive noun (qualified by adjective).: વિશેષણ તરીકે વપરાયેલો શબ્દ જેનામના(noun) / સર્વનામના (pronoun) અર્થમાં વધારો કરે તેને વિશેષ્ય કહેવાય.
- દા.ત. અમે પ્રસિધ્ધ મંદિર જોયું, We saw a famous temple.
- વિશેષણ – પ્રસિધ્ધ (famous)
- વિશેષ્ય – મંદિર (temple)
વિકારી વિશેષણ (Variable Adjectives):
કેટલાંક વિશેષણો પોતાના વિશેષ્યનાં જાતિ (gender)/ વચન (singular /plural) પ્રમાણે રૂપ બદલે તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. દા.ત. નાનો, નાની, કાળો, કાળી વગેરે – નાની છોકરી / કાળો ઘોડો
અવિકારી વિશેષણ (Invariable Adjective):
કેટલાંક વિશેષણો પોતાના વિશેષ્યનાં જાતિ । વચન પ્રમાણે રૂપ બદલતાં નથી, પણ પોતાના મૂળરૂપમાં જ વપરાય છે તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. દા.ત. સરસ, સુંદર, લાલ, સફેદ વગેરે.
વિશેષણના પ્રકારો:
ગુણવાચક (Qualitative) . | કોમળ, ખરાબ, ખારું, હોંશિયાર, સરસ, ખરાબ વગેરે |
સંખ્યાવાચક (Numerical) . | પહેલું, અડધું, બે, ચૌદ, પા, પોણા ત્રણ વગેરે |
પ્રમાણવાચક (Quantity) | એવડું, ઘણું, મોટું, બહુ, જેટલું, કેટલું વગેરે |
દર્શક (Demonstrative) | તે, પેલું, આ, પેલો વગેરે |
પ્રશ્નવાચક (Interrogative) | શી કઈ, શું. ક્યું, ક્યા વગેરે |
સાપેક્ષ (Relative) | જેવું – તેવું, જે-તે – |
કૃદંત (Participle) | વાંચતું, વાંચેલું, ઊડતું વગેરે. દા.ત. તેણે ઊડતું પંખી જોયું. (ઊડ) વાંચેલું યાદ રાખો. (વાંચ) |
👉 જો તમારે ગુજરાતી વ્યાકરણની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો
વાક્યરચના (Sentence)
- સામાન્ય રીતે વાક્યમાં કર્તા (doer – subject of a verb), કર્મ ( act /function – object of the verb) તથા ક્રિયાપદનો (verb) સમાવેશ તેના ઉપયોગને આધારે થાય છે.
- સાદું વાક્ય (Simple Sentence):એક ક્રિયાપદવાળું વાક્ય.
- દા.ત. આપ બોલતા નથી.
સંયુક્ત વાક્ય (Joint sentence)
- બે પૂર્ણ વાક્યો સંયોજકો (conjuncts) દ્વારા જોડાયેલા હોય અને બંને વાક્યો એકબીજાથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવાં હોય. દા.ત. ને, અને, તથા, પણ, છતાં, નહીંતર, તેમ છતાં, કે, અથવા, તેથી, કેમ કે વગેરે.
- મિશ્ર વાક્ય (Mixed/ Combined Sentence): જોડાયેલાં બે વાક્યોમાંથી એક વાક્ય મુખ્ય વાક્ય હોય અને બીજું વાક્ય ગૌણ વાક્ય હોય, એ બીજું વાક્ય મુખ્ય વાક્યનું વિશેષણ વાક્ય / ક્રિયાવિશેષણ વાક્ય / કર્મ વાક્ય હોય. દા.ત. કે, જે.. .તે, જે……….. તેવું, જ્યારે…………….ત્યારે, જ્યાં………..ત્યાં ………તો
- દા.ત. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
વાક્યના પ્રકારો:
હકારાત્મક । વિધિ-વાક્ય (Affirmative): દા.ત. સંતનું કહેવું સાચું પડશે,
નકારાત્મક / નિષેધ-વાક્ય (Negative): દા.ત. તેમનું કહેવું સાચું ન પડે.
વિધાન । નિવેદન-વાક્ય (Statement): દા.ત. નર્મદ સુધારાવાદી હતો.
પ્રશ્ન-વાક્ય Question): દા.ત,શું નર્મદ સુધારાવાદી હતો ?
ઉદગાર/ ઉદ્ગાર વાક્ય (Exclamation): દા.ત, વાહ ! ર્વાદની ખીલી છે !
આજ્ઞા-વાક્ય (Command) દા.ત. આવતી કાલે બધા સમયસર આવી જજો.
કર્તરિવાક્ય (Active voice): જે વાક્યમાં કર્તાની સક્રિયતા જણાતી હોય તે કર્તરિવાક્ય કહેવાય છે. દા.ત. હું ગીત ગાઉં છું.
કર્મણિવાક્ય (Passive voice): જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય / મુખ્ય હોય – કર્તાને સ્થાને કર્મ હોય તેને કર્મણિવાક્ય કહે છે.દા.ત. મારાથી ગીત ગવાય છે. .
સાચી જોડણી
તત્સમ શબ્દો
સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દો જે તેના મૂળરૂપે જ ગુજરાતી ભાષામાં વપરાય અને લખાય છે,
તદ્દભવ શબ્દો
એવા શબ્દો જે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યા છે પણ તેમની જોડણી મૂળ શબ્દો જેવી રહી નથી.
તત્સમ શબ્દો.
- સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ સંસ્કૃત શબ્દો પ્રમાણે જ કરવી. જે શબ્દને છેડે – ઈક / ઈકા / ઈમ । ઈમા । ઈત – આવે તો તે શબ્દમાં -ઇ ઉચ્ચાર હ્રસ્વ ઇ લખાય.
- ઉદાહરણ તરીકે
- ઈક – અધિક, આધુનિક, સામાજિક, આર્થિક, ક્રમિક, ક્ષણિક, તાત્કાલિક, ધાર્મિક, પ્રામાણિક, વાર્ષિક, સાપ્તાહિક, માર્મિક વગેરે. આમાં અપવાદરૂપ છે – પ્રતીક, રમણીક
- ઈકા – અનુક્રમણિકા, આજીવિકા, કણિકા, કાલિકા, ગાયિકા, બાલિકા, મહાપાલિકા, લેખિકા, માર્ગદર્શિકા
- ઈમ- અગ્રિમ, અંતિમ, કૃત્રિમ, પશ્ચિમ
- ઈમા – અણિમા, મહિમા, ગરિમા, નીલિમા
- ઈત – અજિત, અંકિત, અબાધિત, ઇચ્છિત, દિત, ખંડિત,નવોદિત, નિર્વાસિત, પરિચિત, લિખિત, વંચિત, સંચિત
- જે શબ્દને છેડે તીત/નીત/ણીત – આવતા હોય તો તેમાંનો ઈ દીર્ઘ કરવો. જેમકે અતીત, કલ્પનાતીત,પ્રતીત, વ્યતીત, કાલાતીત, પરિણીત, નિર્ણીત.
- જો કે ગણિત, પુનિત વગેરે અપવાદરૂપ શબ્દો છે જેની જોડણી મૂળ નિયમ પ્રમાણે હ્રસ્વ ઇ રાખીને જ કરવી.
૨) તદ્દભવ શબ્દો
ઇ, ઈ, ઉ, ઊ ના નિયમો
- ૧)- એક જ અક્ષરના બનેલા શબ્દોમાં ઈ દીર્ઘ લખવો . દા.ત. ઘી, જી, બી, શી.
- ૨) એક જ અક્ષરના બનેલા શબ્દોમાં અનુસ્વાર વગરનો ઊ દીર્ઘ લખવો. દા.ત. છૂ, જૂ, ભૂ, ૩, ૯.
- ૩) એક અક્ષરના શબ્દો જેમાં અનુસ્વાર હોય તેમાં હ્રસ્વ ઉ લખાય. દા.ત. છું, તું, શું, હું.
- ૪) એક અક્ષરના બનેલા શબ્દો જો પ્રાણીઓના કે અન્ય પ્રકારના અવાજ પરથી બનેલા હોય ત્યારે અનુસ્વાર સાથે દીર્ઘ ઊ કરવો.
- દા.ત. ખૂં (ખાંસીનો અવાજ), યૂં, (ઉંદરનો અવાજ), ફૂં (ફૂંકવાનો અવાજ )
- ૫) શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખવો તેમજ શબ્દને અંતે આવતા ઈ ઉપર અનુસ્વાર હોય તો પણ દીર્ઘ ઈ લખવો.
- દા.ત. ઉપરી, કડી, ચડાઈ, ડાળી, તાલી, બહુમતી, બોલી, મોટાઈ, હોળી / અહીં, કહીં, તહીં, નહીં, દહીં
- ૬) કોઈ પણ શબ્દને અંતે આવતો ઉ હ્રસ્વ લખવો તેમજ શબ્દને અંતે આવતા ઉ ઉપર અનુસ્વાર હોય તો પણ ઉ હસ્વ લખવો
- દા.ત. કમાઉં, ખેડુ, ચાલુ, ફાલતુ, લાડુ, સમજુ, ભાંડુ, કોળું, કેળું, એવું નાનું, મોટું, શાણું વગેરે .
- ૭) જો શબ્દને અંતે “ઓ “ વાળા અક્ષર હોય તો તેની પહેલાંનો ઈ કે ઊ દીર્ઘ આવે. આ શબ્દોમાં છેલ્લા અક્ષર પર ભાર મૂકાય છે.
- દા.ત. અંગૂઠો, કેસૂડો, ગાલીચો, નમૂનો, ગોરીલો વગેરે
- અપવાદરૂપ શબ્દોમાં જેમાં છેલ્લા અક્ષર પર ભાર નથી મૂકાતો તો તેની પહેલાંનો ઇ કે ઉ હ્રસ્વ આવે.
- દા.ત. મહિનો, મેહુલો, કાનુડો, જાંબુડો .
અનુસ્વાર-
- ખાસ ધ્યાન રાખવું કે નર જાતિના એકવયન શબ્દમાં જો અંતમાં -ઓ- આવે તો તેને બહુવચનમાં -આ- આવે પણ અનુસ્વાર ન આવે. જેમકે હોલો-હોલા, માળો-માળા, ફટકો-ફટકા વગેરે.
- નારી જાતિના બહુવબનમાં વિશેષણ કે ક્રિયાપદમાં છેલ્લે આ પર અનુસ્વાર મૂકવો. દા.ત. તમારાં બા ઘણાં ભલાં હતાં.
- નાન્યર જાતિના એકવચન શબ્દમાં જો છેલ્લે -ઉં – હોય તો તે શબ્દના બહુવચનમાં છેલ્લે -આં- આવે. દા.ત. બેડું -બેડાં, ભાણું -ભાણાં, ઘરેણું -ઘરેણાં, નાણું -નાણાં, સાંબેલું-સાંબેલાં
- બે જાતિના કર્તા હોય ત્યાં ક્રિયાપદમાં છેલ્લે -આ- ઉપર અનુસ્વાર આવે. દા.ત. ભાઇ-બહેન લડી પડ્યાં.
અંગ્રેજી શબ્દોની જોડણી
- અંગ્રેજી શબ્દ ગુજરાતી લિપિમાં લખવો હોય ત્યારે તેની જોડણી તે અંગ્રેજી શબ્દના ઉચ્ચાર પ્રમાણે જ લખવી.
- દા.ત. પાઉન્ડ, આઉટ, કાઉન્સિલ, ટાઉન હોલ, હાઉઝિંગ / હાઉસિંગ, વોર્ડ, ઓફિસ વગેરે બૉઈલર, કૅમેરા, ઍસોસિયેશન વગેરે શબ્દોમાં ઊંધી માત્રા મૂકી -એ અને ઓ- જેવા ઉચ્ચાર દર્શાવાયછે.
👉 જો તમારે ગુજરાતી વ્યાકરણની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અહીં ક્લિક કરો
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.