સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો ને મળશે રૂ.20000 ની સહાય/ સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના2023

સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો ને મળશે રૂ.20000 ની સહાય/ સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023

સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023

રાજ્યમા સરકારી ભરતી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામા આવતી હોય છે. જેવી કે તલાટે મંત્રી, ક્લાર્ક, ટેટ, GPSC, ગૌણ સેવા ની વિવિધ પરીક્ષાઓ વગેરે.. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યુવાનો કોચીંગ ક્લાસ જોઇન કરતા હોય છે. જેની ફી ભરવા માટે ઉમેદવારોને આર્થીક મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ.૨૦૦૦૦ સુધી સહાય આપવામા આવે છે.

સ્પર્ધાત્મક પરીક્ષા કેટેગરી વાઇઝ સહાય યોજના 2023

સરકારની આ સહાય કેટેગરી વાઇઝ મળતી હોય છે, જેમાં SC, ST, OBC તથા EWS ના વિદ્યાર્થીઓને સહાય મળતી હોય છે. વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ. જ્યારે વર્ગ-૩ કક્ષાની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ. જેમાં નિયત કરાયેલ પાસીંગ માર્કસ હોવા પણ જરૂરી હોય છે.

યોજના નું નામ

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ રૂ. 20,000/– સહાય મળે છે રાજ્ય ગુજરાત ઉદ્દેશ SEBC વિદ્યાર્થીઓને કોચીંચ સહાય લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અરજી નો પ્રકાર ઓનલાઈન અરજી કરવાનીહોઈ છે.

ઓનલાઈન અરજી કરવા

 • ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય યોજનાપાત્રતા.

 • આ યોજના માટે સરકાર નાં esamajKalyan Portal પર હાલ ઓનલાઈન અરજી કરવાની છે.જેમાં માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાયમળવાપાત્ર રહેશે.
 • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવો જોઇએ.
 • વિદ્યાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવો જોઈએ.
 • તાલીમાર્થી વિદ્યાર્થીને આ સહાય નો લાભ ક્લાસ પૂર્ણ કર્યા બાદ મળવાપાત્ર રહેશે.
 • ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત માંગેલી હોય તેમા ૫૦ % થી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
 • તાલીમાર્થી વિદ્યાર્થીમાં પુરૂષ તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 35 વર્ષ સુધી હોવી જોઈએ.તાલીમાર્થી વિદ્યાર્થીમાં સ્ત્રી તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 40 વર્ષ સુધી હોવી જોઈએ.
 • ઉમેદવારને આ યોજનાનો લાભ માત્ર એક વખત જ મળવાપાત્ર છે.
 • સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય યોજના સંસ્થા પાત્રતા ધોરણો કોઈ પણ વિદ્યાર્થીને સહાય આપવાની હોય છે,તે પહેલા સંસ્થા પોતે યોગ્ય ધારાધોરણ પૂર્ણ કરતી હોવી જોઈએ.
 • જેમાં સંસ્થા નુ રજીસ્ટ્રેશન થયેલુ હોવુ જોઇએ.
 • જીએસટી,પાન નંબર, ફાયર સેફટી ,હાજરીપત્રક, કોવિડ ગાઈડલાઈન પાર્કિંગ, વેરો વગેરે આધાર પૂરાવાઓ અપ ટુ ડેટ હોવા જોઈએ.
 • હાલમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના ઓબીસી કેટેગરીમાંથી આવે છે. જેથી આ વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાય મળવાનું શરૂ થતા કોચીંગ ક્લાસની ફી મા રાહત મળતી થઈ છે.
 • કોચિંગ ક્લાસ પબ્લિક ટ્રસ્ટ એક્ટ-2013 હેઠળ અથવા તો સહકારી કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા નું પાનકાર્ડ નંબર હોવુ જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા GST number ધરાવતી હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા 3 વર્ષ કરતા વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા મા વિદ્યાર્થીઓ ની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન હોવું જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા નું મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ-1950 અને કંપની અધિનિયમ-1956 હેઠળ નોંધણી હોવી જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા નું Shop And Establishment Act-1948 મુજબ રજિસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.

અગત્યની લીંક

SEBC વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય ઠરાવ અહિં ક્લીક કરો.

SEBC વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય નોટીફીકેશન 2023 અહિં ક્લીક કરો.

e samaj kalyan portal ક્લીક કરો

Leave a Comment