Gujarat State Eligibility Test 2023 (GSET)November 2023 | ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) નવેમ્બર 2023 | Last Date :- 16-09-2023 |

Gujarat State Eligibility Test 2023

Gujarat State Eligibility Test 2023 (GSET)November 2023 | ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) નવેમ્બર 2023 | Last Date :- 16-09-2023 |

 • Gujarat State Eligibility Test 2023 ગુજરાત રાજ્ય વતી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, નોડલ એજન્સી, ગુજરાત રાજ્યના ઉમેદવારોની પાત્રતા નક્કી કરવા માટે 26-11-2023 (રવિવાર) ના રોજ 16મી ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા (GSET) યોજવાની જાહેરાત કરે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલા 11 કેન્દ્રો પર 23 વિષયોમાં ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વધુ વિગતો માટે નીચે તપાસો.
 • Gujarat State Eligibility Test 2023 માં શૈક્ષણિક લાયકાત, પાત્રતા, વય મર્યાદા અને અન્ય વિગતો
 • આ પરીક્ષા ફક્ત અરજદારો માટે જ ખુલ્લી છે જેમણે તેમની માસ્ટર ડિગ્રી મેળવી છે.
 • માસ્ટર પ્રોગ્રામ માટે પસંદ કરેલ વિષય યુજીસી દ્વારા માન્ય હોવો આવશ્યક છે.
 • જો ઉમેદવારનો પસંદ કરેલ વિષય UGC ની GSET યાદીમાં નથી, તો તેણે UGC NET/UGC-CSIR NET ટેસ્ટ આપવી પડશે, જે વર્ષમાં બે વાર લેવામાં આવે છે.
 • એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ), નવી દિલ્હી, નીચેની કોઈપણ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને મંજૂરી આપવી આવશ્યક છે.

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

અરજી ફી

 • રૂ. 900/- + બેંક ચાર્જીસ – જનરલ / જનરલ – EWS/SEBC (નોન-ક્રિમી લેયર) ઉમેદવારો
 • રૂ. 700/- + બેંક શુલ્ક – SC/ST/ટ્રાન્સજેન્ડર ઉમેદવારો.
 • રૂ. 100/- + બેંક શુલ્ક – PWD (PH/VH) ઉમેદવારો.

ફી જમા કરાવવાની પદ્ધતિ

 • Gujarat State Eligibility Test 2023 માં ઉમેદવારે ફી ભરવા (પગલું ૧) માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી, પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ચુકવણી નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા કરી શકાશે.ફી ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
 • GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન (પગલું – ર) કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને Eazypay Transaction ID નોંધી લો અને સાચવીને રાખો.
 • ઉમેદવારે ફી ભાર્યાની પાવતી ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવી.
 • ઉમેદવારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડીમાન્ડ ડ્રાફ્ટ, મનીઓર્ડર, પે ઓર્ડર, ચેક કે કે ઇંડીયન પોસ્ટલ ઓર્ડર (IPO) દ્વારા ભરેલી ફી સ્વીકારવામાં આવશે નહીં.
 • પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી વિગેરે.. એકવાર ભરાઇ ગયા પછી કોઇપણ સંજોગોમાં પરત મળશે નહીં.

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

પરીક્ષા કેન્દ્રો

Gujarat State Eligibility Test 2023 માં પરીક્ષા કેન્દ્રો

 • 1. વડોદરા
 • 2. અમદાવાદ
 • 3. રાજકોટ
 • 4. પાટણ
 • 5. ભાવનગર
 • 6. સુરત
 • 7. વલ્લભ વિદ્યાનગર
 • 8 . ગોધરા
 • 9. જૂનાગઢ,
 • 10. વલસાડ
 • 11. ભુજ

પરીક્ષા પદ્ધતિ

 • Gujarat State Eligibility Test 2023 માં GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે.
 • પેપર-૧ માં ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ર ગુણનો રહેશે,
 • પેપર-૧ સામાન્યસ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે.
 • પેપર – ૧નો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.
 • પેપર – ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે,
 • બન્ને પેપર ના પ્રશ્નો(ભાષા અને વિજ્ઞાન ના વિષયો સિવાય ના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે.
 • પરીક્ષામાં પેપર-૧ અને ૨ માં કોઈ પ્રશ્નના ગુજરાતી અને અંગ્રેજી સંસ્કરણમાં કોઈપણ વિસંગતતાના કિસ્સામાં અથવા અનુવાદ/રચનામાં અસ્પષ્ટતાના કિસ્સામાં, અંગ્રેજી સંસ્કરણને અંતિમ માનવામાં આવશે અને આ સંદર્ભમાં GSETનો નિર્ણય અંતિમ ગણાશે.
 • ઉમેદવારોએ પેપર – ૧ અને પેપર – ૨ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical MarkReader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે,
 • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
 • ઉમેદવાર બન્ને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પેપર -૧ ની પરીક્ષા ન આપે તો તે પેપર – ૨ ની પરીક્ષા આપી શકે નહીં.
 • ઉમેદવારે પેપર – ૧ અને પેપર – ૨ ની ઓરીજીનલ OMR જવાબવહી પરીક્ષાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને . પરત કરી દેવી.
 • પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર – ૧ અને પેપર – ૨ ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.
 • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન / પુન: ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

પરીક્ષાનો અભ્યાસક્રમ

 • Gujarat State Eligibility Test 2023 માં ગુજરાત સેટ (GSET)ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR- NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : Www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
 • GSET એજન્સી, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં.વિજ્ઞાનના વિષયો જેમ કે, મેથેમેટીકલ સાયન્સીસ, ફીઝીકલ સાયન્સીસ, કેમીકલ સાયન્સીસ, લાઇફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR-NET ને સમકક્ષ જ રહેશે, પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC – NET સમકક્ષ રહેશે.
 • એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ UGC – NET ને સમકક્ષ જ રહેશે,

પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ

 • Gujarat State Eligibility Test 2023 માં નીચે મુજબનાં પગલાંનો સમાવેશ કરવામાં આવશેપ
 • પગલું – ૧ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારોની સંખ્યા (કુલ સ્લૉટ્સ) Gujarat State Eligibility Test 2023 માં નાં બંને પેપર્સની પરીક્ષા માં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના 6% જેટલા હશે.
 • પગલું – ૨ : ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી કુલ સ્લોટને વિવિધ કેટેગરીમાં ફાળવવામાંઆવશે.
 • પગલું – ૩ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ થવા ઉમેદવારે બન્ને પેપરની પરીક્ષા આપી હોય તથા General (Unreserved) /General-EWs કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% કુલ ગુણ અને આરક્ષિત વર્ગોના, એટલે કે SC, ST, SEBC(NON – Creamy Layer) તથા PWD (PH/VH), થર્ડ જેન્ડર ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% કુલ ગુણ મેળવેલ હોવા જોઈએ.
 • પગલું – ૪ : કોઈ પણ વિષયમાં કોઈ ચોક્કસ કેટેગરી માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા ઉમેદવારોની સંખ્યાની ગણતરી નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે
 • ઉદાહરણમાં, કુલ સ્લોટ્સની સંખ્યાને અનુરૂપ બે પેપર્સની કુલ ટકાવારી, અનુસૂચિત જાતિ(SC) માટે વિષય “અર્થશાસ્ત્ર” માં અધ્યાપક સહાયકની લાયકાત માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ નક્કી કરશે.. આ પ્રકારની સમાન ફાળવણીની પ્રક્રિયા તમામ વિષયો અને અનામત / બીન અનામત વર્ગો માટે વપરાય છે..એ બાબતની ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ કાર્યપધ્ધતિ અને માપદંડ અંતિમ અને બંધનકર્તા રહેશે…..

કેવી રીતે અરજી કરવી

 • Gujarat State Eligibility Test 2023 માં ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલાં અને જમા કરાવતા પહેલાં “શૈક્ષણિક લાયકાત” વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત / જાહેરનામા નો ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.
 • ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત પગલાં
 • પગલું ૧ – પરીક્ષા ફી ભરવી.ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી,પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે ફી ચુકવણી માટે માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી નીસફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
 • પગલું-ર માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ OrderNumber અને Eazypay Transactlon ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
 • પગલું ? – GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરોઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝફોટો JPEG ફોર્મેટમાં 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ.
 • ઉમેદવાર Gujarat State Eligibility Test 2023 માં ની વેબસાઇટ = : www.gujaratset.ac.in પર Order Number અને EazypayTransactlon ID થી પોતાના ખાતામાં “LOGIN” થયા બાદ “Step 2 – Reglster Online forGSET” બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
 • ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલ બધી જ માહિતી ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવું.
 • તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહી.
 • આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી.
 • ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું,
 • Gujarat State Eligibility Test 2023 માં પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી (પગલું – ૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું – ૨) બંને ફરજીયાત છે.
 • તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવાર નો અપલોડ
 • કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર ન દેખાય / છપાય, તો ઉમેદવારે તરત જ રજીસ્ટ્રેશન ની વિગતો સાથે પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો E – Mail : info@gujaratset.ac.in પર મોકલી આપવો.
 • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે ઓનલાઇન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ કોપી, ફી ભર્યાની પાવતી કે અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ, વડોદરા ખાતે મોકલવું નહીં.
 • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર
 • ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં.
 • ઉમેદવારને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ
 • સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.

👉 આ પણ વાંચો :- જ્ઞાન સહાયક ભરતી 2023

મહત્વપૂર્ણ તારીખો

Gujarat State Eligibility Test 2023 માં મહત્વપૂર્ણ તારીખો

 • ઓનલાઈન નોંધણીની શરૂઆત : 21-08-2023
 • ફીની શરૂઆત. કલેક્શન: 21-08-2023
 • ઓનલાઈન અરજી કરવાનો છેલ્લો દિવસ (સ્ટેપ 2): 16-09-2023
 • ફી વસૂલવાનો છેલ્લો દિવસ: 16-09-2023
 • ગુજરાત SET પરીક્ષા તારીખ: 26-11-2023

સામાન્ય સૂચનાઓ

 • 1. Gujarat State Eligibility Test 2023 માં પરીક્ષા ફીની ચુકવણી અને ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલા, ઉમેદવારે આ માહિતી પુસ્તિકા ધ્યાનપૂર્વક વાંચવી આવશ્યક છે.
 • 2. ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક સહાયક માટે ગુજરાત રાજ્યના ઉમેદવારોની લાયકાત નક્કી કરવા માટે, ગુજરાત રાજ્યની નોડલ એજન્સી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા, રવિવાર, ૨૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૧ કેન્દ્રો પર ૩૩ વિષયોમાં ૧૭મી ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (GSET) યોજવાની જાહેરાત કરે છે.
 • 3. અધ્યાપક સહાયક માટેની લાયકાત GSET ના બંને પેપરમાં ઉમેદવારના પ્રદર્શન પર નિર્ભર રહેશે. જે ઉમેદવારો અધ્યાપક સહાયક માટેની ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થશે તેઓની અધ્યાપક સહાયક પદે નિમણુંક, સંબંધિત યુનિવર્સિટીઓ/કોલેજો/ગુજરાત રાજ્ય સરકારના નિયમો અને નિયમન દ્વારા સંચાલિત અને આધિન રહેશે.
 • 4. રવિવાર, ૨૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ આયોજિત GSETનું પરિણામ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે www.gujaratset.ac.In વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને તેમના પરિણામ વિશે વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે નહીં.
 • 5. GSET એજન્સી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઈ – પ્રમાણપત્ર એનાયત કરશે, કોઇપણ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારને પ્રમાણપત્રની છપાયેલ / હાર્ડ કૉપિ મોકલવામાં નહીં આવે.
 • 6. GSET એજન્સી દ્વારા કોઇ પણ પાસ કે નાપાસ થનાર ઉમેદવાર ને કોઇપણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં.
 • 7. અનુસૂચિત જાતિ (SC)) / અનુસૂચિત જનજાતિ (ST)/ શારીરિક દિવ્યાંગ (PH) / દૃશ્યાત્મક દિવ્યાંગ (VH) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / થર્ડ જેન્ડર/ General- EWS, ના ગુજરાત રાજ્યના ઉમેદવારોને ગુજરાત સેટ એજન્સીના નિર્ણય અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
 • 8. જે ઉમેદવાર પહેલાથી જ કોઈ વિષયમાં GSET લાયકાત ધરાવે છે તેને તે જ વિષયમાં GSET માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમનો ભંગ જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી તથા GSET પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
 • 9. અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો, એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો
Whats App ગ્રુપગ્રુપ -100. ગ્રુપ -101
ગ્રુપ -102. ગ્રુપ -103
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

 • અમે તમને આ લેખ દ્વારા Gujarat State Eligibility Test 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે, ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ,

FAQ :

પ્રશ્ન 1 :- Gujarat State Eligibility Test 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Gujarat State Eligibility Test 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ.04/09/2023 છે.

પ્રશ્ન 2 :- Gujarat State Eligibility Test 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- Gujarat State Eligibility Test 2023 માં આ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.28/08/2023 થી તા.04/09/2023 (દીન-8) સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે.

Leave a Comment